OMG!/ રાષ્ટ્રીય પક્ષી મોરે પોતાનું ગામ છોડ્યુ

આજના સમયમાં માત્ર 130થી 150 જેટલા મોર જોવા મળે છે

Ajab Gajab News
Untitled 64 રાષ્ટ્રીય પક્ષી મોરે પોતાનું ગામ છોડ્યુ

ગુજરાતના અનેક ગામ એવા છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેમાં એક ગામ એવુ છે જે મોરના ગામ તરીકે જાણીતુ બન્યુ છે. પરંતુ હવે મોરે આ ગામને જાકારો આપ્યો છે.

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં મોરના ટહુકાથી જ ગામજનોની સવાર થતી, એટલુ જ નહીં આ ગામ મોરનું અભ્યારણ કહેવાતુ. પરંતુ હવે આ ગામમાં મોર જોવા નથી મળતા.

જ્યારે આજના સમયમાં માત્ર 130થી 150 જેટલા મોર માંડ જોવા મળે છે

એક સમય એવો હતો જ્યારે આ ગામમાં ચારસોથી પાંચસો વ્યક્તિની વસ્તી હતી. તે સમયે 1500 જેટલા મોર આ ગામની શાન હતા. જ્યારે આજના સમયમાં માત્ર 130થી 150 જેટલા મોર માંડ જોવા મળે છે.

પહેલા ઘરે ઘરે મોરના ટહુકા સંભળાતા હતા. સમય સાથે બધુ બદલાઇ ગયુ અને સેંગપુર આજે મોર વિહોણું બનવા તરફ આગળ વધી રહ્યુ છે.

આપણા રાષ્ટ્રીય પક્ષીને બચાવવા માટે પ્રયત્ન કરવા જોઇએ

શાંત વાતાવરણમાં જોવા મળતા મોર આ ગામમાં લોકોના હાથમાંથી દાણ ચરે છે. તો ગ્રામજનો મોરને કોઇ પણ પ્રકારનું નુકશાનના પહોંચે તે વાતનું ખાસ ધ્યાન રાખે છે. માટે જ મોરના આ ગામમાં એક પણ શ્વાન નથી. વધતા જતા ઔદ્યોગિક પ્રદુષણના કારણે મોરની પ્રજાતિ લૃપ્ત થતી જાય છે.  આપણા રાષ્ટ્રીય પક્ષીને બચાવવા માટે પ્રયત્ન કરવા જોઇએ.