Not Set/ નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ઝાલાવાડના ઇતિહાસને વાગોળતાં જણાવ્યું હતું કે, નવી પેઢી આપણી ભવ્ય વિરાસત અને ધરતીનો ગૌરાન્વિત ઇતિહાસ ભૂલી રહી છે, ત્યારે આ લોક કલાકારો અને આપણી સૌની જવાબદારી છે કે, નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરીએ.

Top Stories Gujarat
r 1 નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

સંગીત નાટક એકેડમી અને સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિરના સહયોગથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિરના પ્રાંગણમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને અને સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “લોકકલા ત્રિવેણી” કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ઝાલાવાડના ઇતિહાસને વાગોળતાં જણાવ્યું હતું કે, નવી પેઢી આપણી ભવ્ય વિરાસત અને ધરતીનો ગૌરાન્વિત ઇતિહાસ ભૂલી રહી છે, ત્યારે આ લોક કલાકારો અને આપણી સૌની જવાબદારી છે કે, નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરીએ.

r 2 નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

અફઘાનિસ્તાન સંકટ / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે 45 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી

ગોપાલ બારોટ લિખીત પુસ્તક ‘ઝાલાવાડના અભિલેખો’ નું વિમોચન કરતા કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે, નવી પેઢીએ જાણવું જોઈએ કે કોઈએ લોહી વહાવ્યા છે, ત્યારે જઈને આ પાળિયા બંધાયા છે’. ઝાલાવાડમાં આવેલ પ્રત્યેક પાળિયાઓ પાછળ તેનો અમર ઇતિહાસ છે, જેને આ પુસ્તકમાં ઉજાગર કરવામાં આવ્યો છે.કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કોરોનાના કપરા સમયમાં પ્રત્યક્ષ રૂપે દર્દીઓને સેવા આપનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે જીવના જોખમે લોકોને સેવા આપતા તમામ કોરોના વોરિયર્સના પ્રામાણિક પ્રયાસોને લીધે જ આજે દેશ અને રાજ્યમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે અને રસીકરણ અભિયાન વેગ પકડી રહ્યું છે. આ સાથે જ ભારતે અન્ય ૧૦૦ જેટલા દેશોને રસી પહોંચાડી વિશ્વભરમાં સરાહના મેળવી છે.

r 3 નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

થપ્પડ વિવાદ / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની કરાઈ અટકાયત, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપેલા નિવેદન પર કરાઈ કાર્યવાહી

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, લોકકલાને જીવંત રાખવા સંગીત નાટક અકાદમી દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરી, નાના મોટા તમામ કલાકારોને યોગ્ય મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે.કાર્યક્રમ દરમિયાન ઝાલાવાડના લોકકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, શતાયુ લોકસાહિત્યકાર  લાભુભા ભાસળીયા તેમજ  બિહારી હેમુ ગઢવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઝાલાવાડના લોક કલાકારો માટેની કાર્યશિબિર તેમજ ઝાલાવાડને ગૌરવાંકિત કરનાર મહાનુભાવો તેમજ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

r 4 નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

Politics / તેજપ્રતાપ હજુ સુધી પરિવારથી વેગડા, આ કારણે ન મળ્યો સાથ,લાલુ પ્રસાદ યાદવ કરશે કડક કાર્યવાહી

આ પ્રસંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને મહંતશ્રી લલિત કિશોર શરણદાસજી બાપુએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, મહંત દુર્ગાદાસજી બાપુ, મહંત જાનકીદાસજી બાપુ, મહંત જનકસિંહ સાહેબ, અગ્રણી સર્વ યોગેશભાઈ બોક્ષા, વીરેન્દ્ર આચાર્ય, જગદીશભાઇ મકવાણા, શંકરભાઇ વેગડ, બાબાભાઈ સહિત જિલ્લાના લોક કલાકારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

sago str 15 નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા