Covid-19/ UK માં નવા સ્ટ્રેનનો આતંક યથાવત, સતત બીજા દિવસે પણ નોંધાયા આટલા કેસ

UKમાં નવા સ્ટ્રેનનો આતંક યથાવત છે. સતત બીજા દિવસે 50 હજારથી વધુ કેસ નોંધાયા છે…….

World
zzas1 56 UK માં નવા સ્ટ્રેનનો આતંક યથાવત, સતત બીજા દિવસે પણ નોંધાયા આટલા કેસ

સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસની ઝપટમાં આવી ગયો છે. ત્યારે UK માં તેના નવા સ્ટ્રેને વધુ ડરનો માહોલ બનાવી દીધો છે. જણાવી દઇએ કે, UKમાં નવા સ્ટ્રેનનો આતંક યથાવત છે. અહી સતત બીજા દિવસે પણ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહી મૃત્યુઆંક ડબલ થઇ ગયો છે. 414 માંથી વધીને 981 લોકોનાં મોત થયા છે. વળી નવા સ્ટ્રેનને લઇને UK માં વધુ પ્રતિબંધો લદાયા છે. પ્રયત્નો છતા સ્થિતિ બેકાબૂ બનવાના એંધાણ દેખાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, Uk માં કોરોનાનાં નવા સ્ટ્રેનથી લોકોમાં ફફડાટ શરૂ થઇ ગયો છે. બ્રિટનમાં જોવા મળતા કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનનું જોખમ વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને ભારતે હવે યુકે જવા માટે અને ફ્લાઇટ્સ પરનાં પ્રતિબંધને 7 જાન્યુઆરી, 2021 સુધી વધારી દીધો છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે આ માહિતી આપી હતી. બ્રિટનમાં કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનનાં આગમન પછીથી ભારત સરકારે એરલાઇન પર પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ આ પ્રતિબંધ 31 ડિસેમ્બર, 2020 સુધી લાદવામાં આવ્યો હતો, જેને હવે એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યો છે.

ભારતમાં કોરોનાનાં કેસ

સતત બીજા દિવસે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં 24 કલાકમાં 21,900 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 26,000 દર્દીઓ રિકવર થયા છે, જ્યારે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જે ભારત માટે એક સારી વાત છે. જણાવી દઇએ કે, એક્ટિવ કેસ ઘટીને હવે 2.55 લાખ થઇ ગયા છે. બ્રિટનનાં નવા કોરોના સ્ટ્રેને દેશમાં એન્ટ્રી કરી દીધી છે. દેશમાં આવા કુલ 20 કેસ નોંધાયા છે, જેમાં કોરોના વાયરસને નવા સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યા છે. આ કેસો યુપી, બંગાળ, કર્ણાટક અને અન્ય કેટલાક રાજ્યોમાંથી બહાર આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો