અવિશ્વાસની દરખાસ્ત/ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો,PMએ સંસદ ભંગ કરવાની કરી ભલામણ

પાકિસ્તાનની સંસદમાં હાલ રાજ્કીય ડ્રામા ચાલી રહ્યું છે પાકિસ્તાનની સંસદે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે

Top Stories World
16 ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો,PMએ સંસદ ભંગ કરવાની કરી ભલામણ

પાકિસ્તાનની સંસદમાં હાલ રાજ્કીય ડ્રામા ચાલી રહ્યું છે પાકિસ્તાનની સંસદે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પછી વડા પ્રધાન ઈમરાન ખાને ટીવી પર દેશને સંબોધન કર્યું અને કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને દેશની સંસદ ભંગ કરીને ફરીથી ચૂંટણી કરાવવા માટે કહ્યું છે.પાકિસ્તાનના માહિતી મંત્રી ફવાદ હુસૈને કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 58 હેઠળ વડાપ્રધાને રાષ્ટ્રપતિને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. નેશનલ એસેમ્બલીનું સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સ્પીકરે ચુકાદો આપ્યો કે અવિશ્વાસનો મત વિદેશી ષડયંત્રનો ભાગ છે. તેમણે મતદાન કરવા દીધું ન હતું. વિપક્ષ ગૃહમાં તેનો જોરદાર વિરોધ કરી રહ્યો છે.

આ પહેલા પીએમ ઈમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરીને રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે ઈમરાન ખાન આજે ફરી પાકિસ્તાનની જનતાને સંબોધિત કરશે.આ દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, ‘ચૂંટણી લોકશાહી રીતે થવી જોઈએ. હું પાકિસ્તાનના લોકોને ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન કરું છું.