ચૂંટણીપંચ 2024 પછી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા, સાંસદો બધામાં ધરખમ ફેરફારો કરવા જઈ રહ્યું છે. Election Comission આ ફેરફારો પૂરા થશે ત્યારે લોકસભામાં સાંસદોની સંખ્યા હાલના 543થી વધીને 800 થઈ જશે. આમ લોકસભામાં સાંસદોમાં સીધો 258 સાંસદોનો ઉમેરો થશે. ગુજરાત વિધાનસભાના વિધાનસભ્યોની સંખ્યા પણ હાલના 182થી વધીને 230 કે તેનાથી પણ વધુ થઈ જશે. તેની સાથે ગુજરાતના સાંસદોની સંખ્યા પણ હાલના 26થી વધીને 42 થઈ જશે તેમ માનવામાં આવે છે. આમ ગુજરાતમાં 16 સાંસદો વધે તેવી સંભાવના જોવાઈ રહી છે. Election Comission આમ વર્તમાન સીમાંકન મુજબ 2024ની લોકસભા ચૂંટણી અંતિમ હશે.
લોકસભાના વર્તમાન સીમાંકનની મુદત 2027 સુધીમાં પૂરી થવાની છે. Election Comission તેથી ચૂંટણીપંચ 2026થી જ નવા સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી દેશે. આ માટે નવા પંચની રચના કરવામાં આવશે. તેમા લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા 543થી વધીને 800 અથવા તેનાથી પણ વધી શકે છે. ગુજરાતના સાંસદોની સંખ્યા પણ વધી શકે છે.
આગામી વર્ષે માર્ચથી મે મહિના વચ્ચે યોજાનારી ચૂંટણી Election Comission પછી ચૂંટણીપંચ લોકસભા અને વિધાનસભા બેઠકના સીમાંકન માટે પંચની રચના કરશે. આવું આટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે લોકસભાના વર્તમાન સીમાંકની મુદત 2027માં પૂરી થવાની છે. બીજી બાજુએ નવી દિલ્હીમાં નવુ સંસદભવન તૈયાર થયું છે તેમા લોકસભાના સાંસદોની બેઠક ક્ષમતા 888 છે અને રાજ્યસભામાં સાંસદોની ક્ષમતા 384 રાખવામાં આવી છે. નવા સીમાંકનના પગલે લોકસભાના સાંસદો 543થી વધીને 800 અને રાજ્યસભાના સાંસદો 245થી વધીને 332 થશે તેમ મનાય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની બેઠકો પણ 182થી વધીને 230થી વધુ થઈ શકે છે.
સીમાંકન કેવી રીતે થશે
પહેલા એક પંચની રચના કરવામાં આવશે. આ પંચ તમામ રાજ્યોની વસ્તી અને ક્ષેત્રના માપદંડોના આધારે સીમાંકન કરવાની સૂચના આપશે. કલેક્ટરો દ્વારા સૌથી પહેલા જાહેરનામુ પ્રસારિત કરીને સીમાંકનની પ્રોસેસ કરવામાં આવશે. મતદારોના વાંધા સૂચનો સાથે પંચને મતક્ષેત્રવાર રિપોર્ટ સોંપાશે. પંચ સીમાંકનને પ્રાથમિક મંજૂરી ાપશે તેના પછી કલેક્ટર આખરીકરણનું જાહેરનામુ પ્રસિદ્ધ કરી વાંધાસૂચનો મંગાવશે, જેના આધારે અંતિમ સીમાંકન થશે.
આ પણ વાંચોઃ નિર્ણય/ કેરળમાં વોટર મેટ્રોની જેમ કાશીમાં પણ ચાલશે વોટર ટેક્સી,તમામ 80 ઘાટની વચ્ચે ચાર સ્ટેશન બનાવાશે
આ પણ વાંચોઃ IPL 2023/ ગુજરાત ટાઇટન્સે મુંબઇને 55 રનથી હરાવ્યું,નૂર એહમદે લીધી 3 વિકેટ
આ પણ વાંચોઃ મુલાકાત/ ગલવાન અથડામણ બાદ પહેલીવાર ભારત-ચીનના સંરક્ષણ પ્રધાન પ્રથમ વખત આ તારીખે મળશે
