છેલ્લા આઠ મહિનાથી કોરોના કાળ અને ત્યારબાદ માર્ચ મહિનામાં લોકડાઉન આવ્યા પછી દેશ અને દુનિયામાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. પરંતુ વડાપ્રધાને આશ્વાસન સાથે યુવાનોને આત્મનિર્ભર ભારત માટે આહ્વાન કર્યું હતું. પીએમ મોદીના આ મંત્રને પ્રેરણા બનાવી લોકોએ અનેક નવી શરૂઆતો કરી અને વર્તમાન સમયમાં દેશ દુનિયાનો ત્રીજો મોટો સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયો છે. ઉપરાંત વર્ષ ,2019માં આ વર્ષની તુલનાએ 50 ટકા સ્ટાર્ટઅપની માન્યતા આપવામાં આવી હતી.
Surat / સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પટેલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલ…
Political / 2021ના આગમન સાથે અનેક પડકાર, કેટલા મોરચે લડશે ગુજરાત સરકાર…
આ અંગે અર્થવ્યવસ્થાનાં જાણકારોનાં મતાનુસાર સ્ટાર્ટઅપ દેશનાં વિકાસની દશા અને દિશા બદલવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અને મરી પડેલી આર્થિકસ્થિતિ માટે સંજીવનીનું કામ કરે છે. દેશાના લોકોનો ઉત્સાહ અને માનસિક સ્થિતિનો પણ અંદાજ કરી શકાય છે. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થતા હતાં ત્યારે માનસિક ભાગવાની બદલે લોકોએ પોતાની નવી શરૂઆત કરી. દેશમાં પીપીઈ કિટ, માસ્ક, ફેસ શિલ્ડથી લઈને સેનિટાઈઝર સુધીની જરૂરીયાતની વસ્તુઓની અછત હતી. આ સંકટની ઘડીમાં સંકલ્પ અને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ સલાહકાર પરિષદથી દેશની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટઅપમાં અનેક રાતો આપવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ અંતર્ગત જરૂરી નાણા ભરનાર 2785અરજદારોની પેટન્ટ અરજીને 80 ટકા સુધી છૂટ આપવામાં આવી છે અને ટ્રેડમાર્ક માટે અરજી કરનારને 50 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે.
Manipur / દજુકોઉ ખીણમાં લાગી ભીષણ આગ, દૂરથી જોવા મળ્યો આ ભયાનક નજારો…
કોરોના મહામારીનાં કારણે દેશ અને દુનિયાની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે દેશમાં યુવાનો બમણા જુસ્સાથી આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની આત્મનિર્ભર ભારતની વાત લોકોએ મનપર લઈ લીધી હોય એમ દેશભરમાં સ્ટાર્ટઅપ કંપનીઓએ ગતિ પકડી છે. ઈન્ડસ્ટ્રી પ્રમોશન અને ઇન્ટરનલ ટ્રેડ ડીપાર્ટમેન્ટનાં આંકડાઓ અનુસાર દેશમાં ડિસેમ્બર 2020 સુધીમાં 40,190 સ્ટાર્ટઅપ શરુ થયા છે. જે ફેબ્રુઆરીમાં લોકડાઉન પહેલા માત્ર 29,017 હતાં. માર્ચ મહિનામાં કોરોના વાયરસનાં કારણે લોકડાઉન બાદ લોકો ઘરે જ બેસી ગયા હતાં ત્યારે આ નવા જ સ્ટાર્ટઅપની શરૂઆત કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…