અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે. એમેઝોને મંગળવારે આ જાહેરાત કરી હતી કે એડડબલ્યુએસના સીઈઓ એન્ડી જેસી આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જેફ બેઝોસની જગ્યા લેશે. આ સાથે જ કહેવામાં આવ્યું છે જેફ બેઝોસને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ રહેશે.
fire / અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ પાસે 3 દુકાનમાં આગ, ફાયર વિભાગની 18 ગાડીઓ દ્વારા મેળવાયો કાબૂ
બેઝોસે મંગળવારે કર્મચારીઓને લખેલા મેલમાં જણાવ્યું હતું કે તે કંપનીમાં સીઈઓની ભૂમિકા છોડી રહ્યા છે.તેમણે કહ્યું, “હું એ જાહેરાત કરીને ઉત્સાહિત છું કે હું એમેઝોન બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા નિભાવીશ અને એન્ડી જેસી કંપનીના સીઈઓ રહેશે.”તેમણે કહ્યું હતું કે એમેઝોન બોર્ડ ઓફ ડિરેક્ટરના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેની તેમની ભૂમિકા તેમને કંપની સાથે જોડાયેલા રહેવાની મંજૂરી આપશે. ડે 1 ફંડ, બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઓરિજિન, વોશિંગ્ટન પોસ્ટ અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય ફાળવવામાં સમર્થ પણ.
Rajkot / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં રોષ, આગેવાનોને ટ્વીટ કરી કર્યા આક્ષેપ
બેઝોસે અમેઝોનની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે કરી હતી અને હવે આ કંપની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક બની ગઈ છે. જેફ બેઝોસ એમેઝોનમાં તેના હિસ્સાના આધારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 2020 ના છેલ્લા ત્રણ મહિનામાં 100 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. જેના કારણે એમેઝોનનો નફો રેકોર્ડ સ્તરે વધ્યો હતો.
Cricket / 420 વિકેટ ઝડપનાર આ ભારતીય બોલરે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…