oman air flight/ કેરળથી મસ્કટ જઈ રહી હતી ઓમાન એરની ફ્લાઈટ, આ કારણે થયું ઈમરજન્સી લેન્ડિંગ

ઓમાન એરની એક ફ્લાઈટ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર પરત ફરી છે. જણાવી દઈએ કે આ ફ્લાઈટ કેરળથી મસ્કટ જઈ રહી હતી, પરંતુ અધવચ્ચે કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે પાછી ફરી ગઈ.

Top Stories India
Untitled 40 કેરળથી મસ્કટ જઈ રહી હતી ઓમાન એરની ફ્લાઈટ, આ કારણે થયું ઈમરજન્સી લેન્ડિંગ

ઓમાન એરની એક ફ્લાઈટ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર પરત ફરી છે. જણાવી દઈએ કે આ ફ્લાઈટ કેરળથી મસ્કટ જઈ રહી હતી, પરંતુ અધવચ્ચે કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે પાછી ફરી ગઈ. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઓમાન એર ફ્લાઇટ ટેક્નિકલ ખામીને કારણે કોઝિકોડ પરત ફરી હતી. પ્લેનને સુરક્ષિત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. પ્લેનમાં શું ખામી છે તે તપાસ કરવામાં આવી રહી છે.

કોઝિકોડ એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ- WY 298 169 લોકો સાથે સવારે 9.15 વાગ્યે કારીપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી અને ટેકનિકલ ખામીને કારણે થોડી જ મિનિટો બાદ પરત આવી હતી. પ્લેન સુરક્ષિત રીતે ઉતરી ગયું છે.

તમામ મુસાફરો સુરક્ષિત

તેમણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે ઉતરતા પહેલા ઈંધણ બાળવા માટે બે કલાકથી વધુ સમય સુધી એરપોર્ટ પર ચક્કર લગાવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચો:યમુનામાં મળેલી ડોલ્ફિનનો શિકાર કરીને માછીમારો ખાઈ ગયા, Video સામે આવ્યા મચ્યો ખળભળાટ

આ પણ વાંચો:દિલ્હીમાં આજથી હવામાન ફરી પલટાશે, ત્રણ દિવસ સારા વરસાદની શક્યતા; એલર્ટ જારી

આ પણ વાંચો:મણિપુર હિંસા મામલે ભાજપ સરકારે બનાવી આ રણનીતિ,રાજનાથ સિંહે વિપક્ષના નેતા સાથે ફોન પર વાતચીત કરી

આ પણ વાંચો:અલ્હાબાદ અને બોમ્બે હાઈકોર્ટને નવા જજો મળ્યા, સરકારે કોલેજિયમની ભલામણને મંજૂરી આપી