Not Set/ રાજ્યમાં શિયાળાની શરૂઆત, આ વર્ષે વધુ ઠંડી પડવાની આગાહી

રાજ્યમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ વર્ષે સર્જાયેલા હવાનાં હળવા દબાણનાં કારણે, ચોમાસુ ઋતુ લંબાવવા સાથે શિયાળાની શરૂઆત મોડી થઈ રહી છે.

Top Stories Gujarat
db 23 રાજ્યમાં શિયાળાની શરૂઆત, આ વર્ષે વધુ ઠંડી પડવાની આગાહી

રાજ્યમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ વર્ષે સર્જાયેલા હવાનાં હળવા દબાણનાં કારણે, ચોમાસુ ઋતુ લંબાવવા સાથે શિયાળાની શરૂઆત મોડી થઈ રહી છે. જો કે રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

ચોમાસાની સિઝને વિદાય લેતાની સાથે જ રાજયભરમાં શિયાળાની અસર વર્તાવવા લાગી છે. આ વર્ષે જાણે પાછલા બારણે ઠંડીનાં પગરવ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જયારે બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. રાજયમાં સત્તાવાર રીતે શિયાળો 15 મી નવેમ્બર બાદ શરૂ થાય તેવી સંભાવના છે. આગામી દિવસ બેવડી સિઝનનો અનુભવ થતો રહેશે.

રાજયમાં નીચલા લેવલે શરૂ થયેલા ઉતરપૂર્વીય ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજયનાં 7 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે પહોંચ્યો હતો. અમદાવાદમાં 4 દિવસમાં બીજીવાર ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે પહોંચ્યો છે. આ ઉપરાંત રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં બીજીવાર ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો અને મહતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું હતું. પવન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું.