Not Set/ ઉમરેઠના આ જ્વેલર્સે ઉઠમણું કર્યું, બે બેન્કો સહિત અનેક રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયા

ઉમરેઠ, ઉમરેઠમાં જાણીતી જ્વેલર્સ કંપનીએ ઉઠમણું કરતાં અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયા છે.ઉમરેઠની જાણીતી નારાયણ જવેલર્સ તથા ફાયનાન્સ પેઢીએ નાદારી નોંધાવતા રોકાણકારો અને બેન્કોના કરોડો રૂપિયા સલવાયા છે.ઉમરેઠના ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સએ આણંદની કોર્ટમાં નાદારી માટે અરજી કરતા 70 કરતાં વધુ રોકાણકારો અને બે બેન્કોના 150 કરોડ રૂપિયા ફસાયા હોવાની જાણવા મળેલ છે. નારાયણ […]

Top Stories
umresth narayan jwelers ઉમરેઠના આ જ્વેલર્સે ઉઠમણું કર્યું, બે બેન્કો સહિત અનેક રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયા

ઉમરેઠ,

ઉમરેઠમાં જાણીતી જ્વેલર્સ કંપનીએ ઉઠમણું કરતાં અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયા છે.ઉમરેઠની જાણીતી નારાયણ જવેલર્સ તથા ફાયનાન્સ પેઢીએ નાદારી નોંધાવતા રોકાણકારો અને બેન્કોના કરોડો રૂપિયા સલવાયા છે.ઉમરેઠના ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સએ આણંદની કોર્ટમાં નાદારી માટે અરજી કરતા 70 કરતાં વધુ રોકાણકારો અને બે બેન્કોના 150 કરોડ રૂપિયા ફસાયા હોવાની જાણવા મળેલ છે.

નારાયણ જ્વેલર્સ કંપનીમાં એક્સીસ બેંક અને અર્બન બેંકના નાણાં પણ સલવાયા છે.

નારાયણ જ્વેલર્સે ફીક્સ ડિપોઝીટ પર વાર્ષિક 12 ટકા જેટલું વ્યાજ આપવાની ઓફર કરતાં અનેક લોકોએ તેમાં નાણાં રોકવાનું શરૂ કર્યું હતું. ઉમરેઠના કેટલાક ખેડુતોએ પાક માટે લોન લઇ નારાયણ જવેલર્સમાં બાર ટકાના વાર્ષિક વ્યાજથી ફીકસ મુકી હતી.

જો કે છેલ્લા છ માસથી આ પેઢી તુટી જવાની છે તેવી વાત બજારમાં વહેતી થતાં રોકાણકારો પોતાના નાણાની ઉઘરાણી શરૂ કરી હતી.બીજી તરફ રોકાણકારોએ ફીક્સ ડિપોઝીટની રકમ ઉઠાવવાનું શરૂ કરતાં નારાયણ જ્વેલર્સ ભીંસમાં આવી ગઇ હતી અને હાલત એવી થઇ હતી કે છેલ્લા અઠવાડિયાથી તો કંપનીને તાળાં વાગ્યા હતા અને માલિકોનો પણ અતોપતો નહોતો.

નારાયણ જ્વેલર્સના ઉઠમણાં પછી રોકાણકારોએ ઉમરેઠના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી હતી,