ઉત્તરાયણ/ ઉત્તરાયણ ઉજવણીનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ, સરકાર વલણ સ્પષ્ટ કરે – HC

ઉત્તરાયણ એટલે ગુજરાતીએ માટે માત્ર તહેવાર જ નથી, પતંગ અને દોરીમાં લાખો ગુજરાતીઓનો જીવ વસેલો છે તેવું કહેવુ પણ કદાચ અતિશયોક્તિ નહી કહેવાય. કોરોનાનાં કપરા

Top Stories Gujarat
patang ઉત્તરાયણ ઉજવણીનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ, સરકાર વલણ સ્પષ્ટ કરે - HC

ઉત્તરાયણ એટલે ગુજરાતીએ માટે માત્ર તહેવાર જ નથી, પતંગ અને દોરીમાં લાખો ગુજરાતીઓનો જીવ વસેલો છે તેવું કહેવુ પણ કદાચ અતિશયોક્તિ નહી કહેવાય. કોરોનાનાં કપરા કાળમાં જોકે ગુજરાતીઓએ તહેવારોની ઉજવણીમાં અનેક રીતે બંધ છોડ કરી જ છે, પરંતુ પાછલા દિવસોમાં દિવાળી અને લગ્નગાળા બાદ જે રીતે ફરી એક વખત કોરોનાનો કહેર ગુજરાતમાં વરસ્યો હતો અને લોકોનાં જીવ ફરી એક વખત પડીકે પુરાયા હતા, ત્યારે પાછલનાં સમયમાંથી શીખ લેતા ઉત્તરાયણની ઉજવણીનો મામલો હાઇકોર્ટે પહોંચ્યો છે.

ઉત્તરાયણની ઉજવણી મામલે સરકાર દ્વારા અનેક કડક નિયમો લાઘવામાં આવ્યા છે. પરંતુ જ્યાં ટોળા શાહીની વાત આવે ત્યાં ક્યાં કશું બાકી હોય, કડક નિયમોને કારણે લોકોનો મીજાજ બગડેલો જોવામાં આવી રહ્યો છે અને માટે જ કહી શકાય કે, ઉત્તરાયણની ઉજવણીને લગતો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે.

Makar Sankranti 2019 Special: How to Fly Kites and Win The Game With These Kite Flying Tutorial Video Tips and Tricks

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. સરકાર દ્વારા  ઉત્તરાયણની ઉજવણી મામલે કડક માર્ગદર્શીકા અને આદેશો આપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ઉત્તરાયણની ઉજવણી પર મહામારીનાં સમયમાં સંપૂર્ણ રોક લગાવવાની માંગણી કરવામાં આવી છે.

Manja: Patang baaz khabardaar! Chinese manja can land you a jail sentence | Events Movie News - Times of India

પતંગ દોરાની ખરીદી અને વેચાણ વખતે ભીડ ભેગી ન થાય તેવી અરજદારની માંગણી છે. બજાર કે ધાબા પર એક જગ્યાએ લોકો ભેગા ન થાય તે પ્રકારનો પ્રતિબંધ મૂકવાની માગણી પણ અરજદાર દ્વારા પોતાની રીટમાં કરવામાં આવી છે. અરજદારે આડકતરી રીતે તહેવારની ઉજવણી મામલે “નરોવા કુંજરવા” ની ચાલ ત્યજી સ્પષ્ટ પણે ઉત્તરાયણની ઉજવણી પર સંપૂર્ણ રોકની માંગ કરતા અરજ કરી છે કે, સરકાર જરૂરી માર્ગદર્શિકા જારી કરે અને ઉત્તરાયણની ઉજવણી પર સંપૂર્ણ રોક લગાવે.

Patang ki kaap Ko Sahi karne ka tarika. - YouTube

કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ભીડને અટકાવવી જરુરી છે તેવી તાર્કીક દલિલ સાથે અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે, સરકાર દ્વારા પોતાની કહેવાતી કડક માર્ગદર્શીકામાં જેટલા લોકોને ઘાબે ભેગા થવાની છુટ આપવામાં આવી છે. શું ખાતરી છે કે, આટલા લોકો ભેગા મળે તો કોરોના નહીં ફેલાય.

અરજદારની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો  અને મામલામાં આગામી શુક્રવાર સુધીમાં ખુલાસો કરવા માટે રાજ્ય સરકારને હાઇકોર્ટે હુકમ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે આગામી સુનાવણી ૮ જાન્યુઆરીએ થશે

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ –  ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો કેમ પહોંચ્યો હાઇકોર્ટમાં?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…