AHMEDABAD NEWS/ પાસપોર્ટ વિભાગ તઘલખી બન્યુઃ સ્માર્ટકાર્ડના સ્વરૂપમાં આધારકાર્ડ માન્ય નહીં

પાસપોર્ટ ઓફિસે લોકોને હેરાન કરવા માંડ્યા છે. આના અનુસંધાનમાં જ તઘલખી નિર્ણય લેતા અરજદારો હેરાન થઈ ગયા છે. તેઓનું કહેવું છે કે સરકારે આપેલું આધારકાર્ડ જ ચાલશે. આધાર સાઇટથી ડાઉનલોડ કરેલું કાર્ડ પણ ચાલશે. લોકો પાસે સ્માર્ટકાર્ડના સ્વરૂપમાં આધારકાર્ડ છે તે નહીં ચાલે.

Gujarat Ahmedabad
Beginners guide to 12 1 પાસપોર્ટ વિભાગ તઘલખી બન્યુઃ સ્માર્ટકાર્ડના સ્વરૂપમાં આધારકાર્ડ માન્ય નહીં

અમદાવાદઃ પાસપોર્ટ ઓફિસે લોકોને હેરાન કરવા માંડ્યા છે. આના અનુસંધાનમાં જ તઘલખી નિર્ણય લેતા અરજદારો હેરાન થઈ ગયા છે. તેઓનું કહેવું છે કે સરકારે આપેલું આધારકાર્ડ જ ચાલશે. આધાર સાઇટથી ડાઉનલોડ કરેલું કાર્ડ પણ ચાલશે. લોકો પાસે સ્માર્ટકાર્ડના સ્વરૂપમાં આધારકાર્ડ છે તે નહીં ચાલે.

આમ જો તમારી પાસે જાતે બનાવેલું લેમિનેશનવાળુ આધાર કાર્ડ હશે તો પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારી અરજી સબમિટ થઈ શકશે નહીં અને તમારે ધરમધક્કો પડશે. હાલમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર પર આવતા ઘણા અરજદારોને તેમની પાસે સરકાર તરફથી મળેલું પૂરેપુરું આધારકાર્ડ અથવા તો આધાર કાર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી રંગીન કોપી માંગવામાં આવે છે. મોટાભાગના અરજદારો પાસે જાતે બનાવેલું આધારકાર્ડના સ્વરૂપમાં સ્માર્ટકાર્ડ હોવાથી તેઓ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પહોંચે છે ત્યારે તેને માન્ય ગણવામાં આવતું નથી.

નવાઈની વાત એ છે કે જ્યારે અરજદાર કોઈપણ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રવેશ કરતાં અરજી સાથે દસ્તાવેજોની ચકાસણી માટે જાય છે ત્યારે ફરજ પરના અધિકારીઓ આ વાત ધ્યાને દોરતા નથી અને તેમની પાસે જાતે બનાવેલું આધારકાર્ડ અરજી માન્ય રાખી આગળના કાઉન્ટર પર ધકેલી દે છે. તેના પછી અરજદાર બી અથવા સી કાઉન્ટર પર જાય છે. આ આધારકાર્ડ ણાન્ય રાખવામાં આવતું ન હોવાથી તેમની અરજી હોલ્ડ પર રાખી પ્રક્રિયા ફરીથી કરવાનું કહેવામાં આવે છે. તેમને નવી પારીખ આપવામાં આવે છે. આમ અરજદારને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં આખી પ્રક્રિયા પૂરી કરવામાં ચારથી પાંચ કલાક જેટલો સમય લાગી જાય છે. તેની સાથે આખો દિવસ બગાડ્યા પછી પણ આધારકાર્ડ મુદ્દે ધક્કો ખાવાનો વારો આવે છે.

મીઠાખળી ખાતે આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર પર તાજેતરમાં જ બપોરે અરજદાર અને સ્ટાફ વચ્ચે મારામારી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અરજદારે પાસપોર્ટની કામગીરીને લઈને કર્મચારીની બોચી પકડી હતી. તેથી સ્ટાફે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરતાં પોલીસ આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત

આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ

આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ