Viral Video/ શખ્સે જેવો ખોલ્યો દરવાજો સિંહણે માર્યો કૂદકો અને પછી જે થયુ જુઓ આ Video માં

અમે અહી તમને એવો જ એક વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જ્યા એક શખ્સ સિંહણ સાથે આરામથી મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

Videos
Lion attack man

આપણે આજે એક એવી જનરેશનમાં જીવી રહ્યા છીએ જ્યા લોકોનાં શોખ ઉંચા અને વિચિત્ર બનતા જઇ રહ્યા છે. જે આ પહેલા ક્યારે કોઇ વિચારી શક્યુ ન હોય તે લોકો આજે કરી રહ્યા છે. જેમ કે આ પહેલા તમે સાંભળ્યુ હશે કે લોકો બિલાડી પાળે, કૂચરા પાળે, ઘોડા પાળે. પરંતુ ક્યારે સાંભળ્યુ કે કોઇ સિંહણને પાળે? નવાઇ લાગી… જી હા અમે અહી તમને એવો જ એક વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ જ્યા એક શખ્સ સિંહણ સાથે આરામથી મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો

તમે ઘણીવાર જોયું હશે કે માણસની મિત્રતા કૂતરા, વાનર અને ઘોડા સાથે હોય છે. પરંતુ અમે તમને અહીં જે વીડિયો બતાવી રહ્યા છીએ તેમાં સિંહણ અને માણસની મિત્રતા બતાવવામાં આવી છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક સિંહણ સાથે એક વ્યક્તિની મિત્રતા એટલી ગાંઢ છે કે તે સિંહણ આ શખ્સ પર કૂદી જાય છે અને મસ્તી કરવા લાગે છે. સિંહણનો આ શખ્સ પર કૂદવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. આ સાથે લાઈક્સની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી રહી છે. આ વીડિયો ખૂબ જ રોમાંચક છે. વીડિયો જોઇ તમારો પણ થોડો સમય માટે શ્વાસ બંધ થઈ જશે. જણાવી દઇએ કે, આ વીડિયો (sirgathelioness) નામનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/CSqsLhfDO78/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક સિંહણ છે અને એક વ્યક્તિ સાથે રમી રહી છે. વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે જેવો માણસ ગેટ ખોલે છે, સિંહણ તેના પર કૂદી પડે છે. ચિંતા કરશો નહીં, આ કૂદકો નુકસાન માટે નહોતો પરંતુ લાડ લડાવવા માટે હતો. આ વીડિયો ચોક્કસપણે લોકોને પહેલી નજરે આશ્ચર્યચકિત કરશે કારણ કે ઘણા લોકો ખતરનાક પ્રાણીની નજીક જવા માંગતા નથી અને આ વ્યક્તિ સિંહણ સાથે રમી રહ્યો છે. જો કે, આ પ્રકારની મિત્રતા પણ ભારે પડી શકે છે. તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ.

આ પણ વાંચો – પદયાત્રા / કોંગ્રેસની અમેઠીમાં શનિવારે પદયાત્રા,પ્રિયંકા ગાંધી સાથે રાહુલ ગાંધી પણ યાત્રામાં જોડાશે…

વીડિયો જોઈને એક યુઝરે લખ્યું છે કે, જો તેણે ખરેખર હુમલો કર્યો હોત તો શું થાત, જ્યારે બીજાએ લખ્યું છે કે કેટલીકવાર મિત્રતા દુશ્મનીમાં બદલાતા સમય નથી લાગતો. ભલે ગમે તે હોય પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાનાં અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.