પ્રતિબંધ/ માતા વૈષ્ણોદેવીની યાત્રા પર રાત્રિના સમયે લગાવવામાં આવી રોક

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણો દેવીની રાત્રિ યાત્રા રોકી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રાઈન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રદ્ધાળુઓને રોકાવાનો આદેશ જારી કર્યો છે.

India
7 32 માતા વૈષ્ણોદેવીની યાત્રા પર રાત્રિના સમયે લગાવવામાં આવી રોક

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણો દેવીની રાત્રિ યાત્રા રોકી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રાઈન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રદ્ધાળુઓને રોકાવાનો આદેશ જારી કર્યો છે. આ પહેલા દિવસે શનિવારે પણ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં માતા વૈષ્ણો દેવી મંદિર નજીક ભારે વરસાદને કારણે અચાનક પૂરને કારણે યાત્રા રોકી દેવામાં આવી

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારે વરસાદ પડવાથી અનેક વાર યાત્રા રોકવી પડી હતી,ભારે વરસાદના લીધે અનેક માર્ગો બંધ થઇ ગયા છે અને ભારે અગવડતા પડતી હોવાથી રાત્રિની યાત્રા રોકી દેવામાં આવી હતી,યાત્રિકોને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે તેથી આ નિર્ણય હાલ લેવામાં આવ્યો છે.