ચુકાદો/ EWS ક્વોટા પર સુપ્રીમ કોર્ટની મહોર, અનામત ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે.

Top Stories India
8 9 EWS ક્વોટા પર સુપ્રીમ કોર્ટની મહોર, અનામત ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે. પાંચ ન્યાયાધીશોમાંથી ત્રણ ન્યાયાધીશોએ આર્થિક આધાર પર અનામતનું સમર્થન કર્યું છે. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. તેમણે વધુમાં કહ્યું કે 103મો સુધારો માન્ય છે.

જસ્ટિસ બેલા ત્રિવેદી પણ આ નિર્ણય સાથે સહમત છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ મહેશ્વરીના નિષ્કર્ષ સાથે સહમત છું. તેમણે કહ્યું કે SC/ST/OBCને પહેલાથી જ અનામત મળી ચૂક્યું છે. તેને સામાન્ય કેટેગરીમાં સામેલ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે બંધારણ ઘડનારાઓએ અનામતને મર્યાદિત સમય માટે રાખવાની વાત કરી હતી. પરંતુ 75 વર્ષ પછી પણ તે ચાલુ છે. હવે જસ્ટિસ જેબી પારડીવાલા ચુકાદો વાંચશે.