આવી ગયો આદેશ!/ ફ્લાઇટ ઉડાડતા પહેલા દરરોજ પાયલોટ-એર હોસ્ટેસનો કરવામાં આવશે આલ્કોહોલ ટેસ્ટ  

એવિએશન રેગ્યુલેટર DGCA એ કેબિન ક્રૂ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે પાયલટ અને કેબિન ક્રૂના અન્ય સભ્યોનો દરરોજ આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવશે.

Top Stories Business
આલ્કોહોલ ટેસ્ટ

કોરોના મહામારીને કારણે લગભગ બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ આ અઠવાડિયે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. અગાઉ, નિયમિત વિદેશી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હતો અને બબલ વ્યવસ્થા હેઠળ માત્ર કેટલાક દેશો સાથે મર્યાદિત ફ્લાઇટ્સ કાર્યરત હતી. આ સાથે એવિએશન રેગ્યુલેટર DGCA એ કેબિન ક્રૂ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે પાયલટ અને કેબિન ક્રૂના અન્ય સભ્યોનો દરરોજ આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવશે.

DGCA એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે બ્રેથ એનાલાઇઝર (BA) માર્ગદર્શિકા તેમજ મુસાફરોની સંખ્યામાં વધારો કરવા અને મહામારીને લગતી પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે સુધારો કર્યો છે. મંગળવારે કરવામાં આવેલા આ ફેરફારમાં તમામ એરલાઈન્સને તેમના અડધા પાયલટ અને કેબિન ક્રૂ મેમ્બરનો દરરોજ આલ્કોહોલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ટેસ્ટ દર્શાવે છે કે કોઈ પાયલટ કે કેબિન ક્રૂ મેમ્બર દારૂના નશામાં છે કે કેમ.

જ્યારે મહામારીનો પ્રકોપ ચરમસીમાએ હતો ત્યારે DGCAએ થોડા સમય માટે આ ટેસ્ટ બંધ કરી દીધો હતો. બાદમાં, જ્યારે તેને ફરીથી દાખલ કરવામાં આવ્યું ત્યારે તે માત્ર થોડા કર્મચારીઓને જ લાગુ પડતું હતું. હવે તે 50 ટકા કેબિન ક્રૂ પર લાગુ થઈ ગયું છે. DGCA ચીફ અરુણ કુમારે આ વિશે કહ્યું, ‘અમે સામાન્ય સ્થિતિ પાછી લાવવા માંગીએ છીએ અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રોટોકોલ પાછું લાગુ કરવા માંગીએ છીએ.’

કોરોના મહામારી પહેલા, આ ટેસ્ટ દરેક કર્મચારીઓએ દરરોજ કરવો પડતો હતો. જો કોઈ કારણસર કોઈ કર્મચારી ફ્લાઈટ પહેલા ટેસ્ટ કરાવી શક્યો ન હતો, તો તેણે આગમન એરપોર્ટ પર ટેસ્ટ કરાવવો પડ્યો હતો. હવે બદલાયેલા નિયમ હેઠળ દરેક ફ્લાઇટના અડધા કર્મચારીઓનો BA ટેસ્ટ રેન્ડમલી લેવામાં આવશે. બદલાયેલા નિયમો અનુસાર, ફ્લાઈંગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના અડધા પ્રશિક્ષકોએ દરરોજ બીએની પરીક્ષા આપવી પડશે. તેવી જ રીતે 40 ટકા સ્ટુડન્ટ પાયલટ્સે આ ટેસ્ટ આપવોપડશે. ખાનગી એરક્રાફ્ટના કિસ્સામાં, ક્રૂ મેમ્બર્સના 50% માટે પરીક્ષણ ફરજિયાત રહેશે.

આ પણ વાંચો :યુક્રેન-રશિયા સંકટ પર ભારતના વલણ પર શશિ થરૂરે કહ્યું, અમે મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ

આ પણ વાંચો :હિજાબ પહેરેલી મહિલાએ CRPF બંકર પર ફેંક્યો ‘પેટ્રોલ બોમ્બ’, જુઓ ભયાનક વીડિયો

આ પણ વાંચો :પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસનો સરકાર પર મોટો પ્રહાર, વડાપ્રધાન મોદીને પૂછ્યા આ સવાલ

આ પણ વાંચો :દિલ્હીમાં 4 લોકો ગટરમાં ફસાઇ જતા મોત,બચાવવા ગયેલા રીક્ષા ચાલકનું પણ મોત