પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગરને રોયલ ચેલેન્જર્સ બેંગલોર દ્વારા બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગામી સિઝન માટે બેટિંગ સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ 2014 થી પાંચ વર્ષ સુધી ભારતીય પુરુષ સિનિયર ટીમના કોચ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. જ્યારે રવિ શાસ્ત્રીની ટીમના ડાયરેક્ટર બન્યા હતા. તેમણે વિશ્વ કપ 2019 સુધી આ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ તેમના સ્થાને વિક્રમ રાઠોડે આ જવાબદારી નિભાવી હતી.
બજેટ સત્ર / રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીનું સંસદમાં સંબોધન – કોંગ્રેસ પાર્ટીને કહ્યું કન્ફ્યુઝ પાર્ટી

ક્રિકેટ ના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય બેટ્સમેનો ના વિદેશમાં ગગડતાં જતાં પ્રદર્શનનું નુકસાન બાંગરે ઉઠાવવું પડ્યું હતું. વિશ્વકપ બાદ તેઓને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ સ્ટાફમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ તો સામેલ રહ્યા હતા પરંતુ ફરીથી ટીમમાં તેઓને સમાવવામાં આવ્યા ન હતા.
Twitter / ટ્વિટરે ભારત સરકારને આપ્યો જવાબ, કહ્યું – અમે બંધ કર્યા 500 વિવાદિત એકાઉન્ટ

આરસીબી એક ટ્વિટમાં જણાવ્યું છે કે “અમને સંજય બાંગર ને આરસીબી પરિવારમાં 2021 માટે સલાહકાર તરીકે સ્વાગત કરવામાં ખુશી થઈ રહી છે તેઓનું સ્વાગત છે.”
https://twitter.com/hashtag/NowARoyalChallenger?src=hash&ref_src=twsrc%5Etfw
Chamoli / ઉત્તરાખંડ હોનારતમાં UPના 70 લોકો હજુ પણ ગુમ
ભારત માટે 2001થી 2004 વચ્ચે 12 ટેસ્ટ અને 15 વન-ડે રમનાર 48 વર્ષીય બાંગર આરસીબીમાં નવી ભૂમિકામાં જોવા મળશે. ફરીથી તેવો કેપ્ટન વિરાટ કોહલીની ટીમ સાથે જોડાઈ રહ્યા છે. એસીબીના ક્રિકેટ સંચાલન ડાયરેક્ટર માઈક હેસન અને મુખ્ય કોચ સાઇમેન કોટીચ છે. આઈપીએલની 14મી સીઝન ભારતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
