Not Set/ પોલીસ અને વહીવટી તંત્રએ મળીને શેલ્ટર હોમ કરાવ્યાં લગ્ન, કપલની પૂરી થઇ ઈચ્છા

વાવાઝોડા વચ્ચે શેલ્ટર હોમમાં લગ્નનો અનોખો કિસ્સો હાંસોટ તાલુકાના કંટીયાજળ ગામે સામે આવ્યો છે. સ્થળાંતર કરાયેલા ગામવાસીઓ પાછા પોતાના ગામ જતાં રહ્યા હતા.

Gujarat Others
A 205 પોલીસ અને વહીવટી તંત્રએ મળીને શેલ્ટર હોમ કરાવ્યાં લગ્ન, કપલની પૂરી થઇ ઈચ્છા

તાઉતે વાવાઝોડું સોમવારે મોડી રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું હતું. છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડાનું જોખમ ગુજરાત પર ઊભું થયું હતું પરંતુ એક પણ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું નહતું પરંતુ આ વાવાઝોડું ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે અને વાવાઝોડાના કારણે ગુજરાતને ઘણું નુકસાન પણ થયું છે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને મોટું નુકસાન થયું છે.  રાજ્યમાં 1081 થાંભલા વાવાઝોડાના કારણે પડી ગયા છે. 159 રસ્તાને નુકસાન થયું છે, સાથે 16,500 મકાન અને ઝુંપડા અસરગ્રસ્ત થયા છે અને 40,000 જેટલા વૃક્ષો પણ વાવાઝોડાની અસરના પગલે ધરાશાયી થયા છે અને ત્રણ લોકોના મોત વાવાઝોડાના કારણે થયા છે.

એટલું જ નહીં વાવાઝોડા વચ્ચે શેલ્ટર હોમમાં લગ્નનો અનોખો કિસ્સો હાંસોટ તાલુકાના કંટીયાજળ ગામે સામે આવ્યો છે. સ્થળાંતર કરાયેલા ગામવાસીઓ પાછા પોતાના ગામ જતાં રહ્યા હતા. પોલીસે તપાસ કરતા તેમણે કહ્યું હતું કે અમારે ત્યાં લગ્ન છે આથી અમે શેલ્ટર હોમમાં નહીં જઈએ. આખરે પોલીસે તેમને શેલ્ટર હોમમાં લગ્ન કરાવવાની ખાતરી આપી સ્થળાંતર કરાવ્યું હતું અને શેલ્ટર હોમમાં ગાઇડલાઇનનું પાલન કરી લગ્ન કરાવ્યા હતા.

આ પણ વાંચો :PM મોદી આજે ગુજરાતની ઉડતી મુલાકાતે : આ વિસ્તારોમાં નુકસાનીનો હવાઈ સર્વે કરશે

આ બાબતની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘરે દોડી ગયું હતુ. આ અંગે તપાસ કરતાં તેઓના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા તેવુ તેમણે જણાવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેઓને સમજાવવાના અથાગ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ લગ્નપ્રસંગ ટાળવા માંગતા ન હતા. તેથી પોલીસ દ્વારા એક રસ્તો શોધી કઢાયો હતો. પરિવારને સમજાવીને શેલ્ટર હોમ ખાતે જ લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર 18 મેં ના રોજ ગામની દીકરી રેખાં રાઠોડના ઓલપાડના યુવાન નિલેશ સાથે લગ્ન નિર્ધારિત થયા હતા. જાન ગામમાં આવી પહોંચી હતી. લગ્ન ન થાય અને જાન પછી વળે તો વહેમ ઉભા થવાનો ભય હતો જે સામે ગ્રામજનો વાવાઝોડાનો સામનો કરી ગામમાં લગ્ન કરવાનું જોખમ ઉઠાવવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો :એન્ફોટેરિસીન-બી ની અછતનો પ્રશ્ન વહેલી તરીકે નિરાકરણ આવે તેવી અપેક્ષા : મનસુખ માંડવિયા

આખરે ભરૂચ પોલીસે લગ્ન કરાવી આપવાની જવાબદારી લેતા આ શરતે ગ્રામજનો કેમ્પમાં રોકાયા હતા. પોલીસ તાબડતોબ ભૂદેવને લઇ આશ્રય કેમ્પમાં પહોંચી હતી. આંગળીના વેઢે ગણાય તેટલા પરિવારજનોને હાજર રાખી રેખા અને નીલેશના લગ્નની વિધિ પૂર્ણ કરાઈ હતી.

વાવાઝોડું પસાર થયા બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ કન્યાની વિદાય કરવામાં આવી હતી.હાંસોટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરી એ જણાવ્યું હતું કે એકતરફ ગ્રામજનોની હઠ તો બીજી તરફ વાવાઝોડાનું જોખમ હતું. સમસ્યાનો વચલો માર્ગ કાઢતા શેલ્ટર હોમમાં લગ્ન વિધિ કરાવવામાં આવતા બંને પક્ષે રાહત અનુભવી હતી જોકે શેલ્ટર હોમમાં આશ્રિતના લગ્નવિધિનો કદાચ આ પહેલો મામલો હોઈ શકે છે.

આ પણ વાંચો :ઉના ખાતે પડી ગયેલા વૃક્ષો હટાવવા મોકલાશે રાજકોટ મનપાનો ૧૦૦ સફાઈ કામદારો સહીતનો કાફલો 

kalmukho str 15 પોલીસ અને વહીવટી તંત્રએ મળીને શેલ્ટર હોમ કરાવ્યાં લગ્ન, કપલની પૂરી થઇ ઈચ્છા