ગુજરાત/ પોલીસે બતાવી માનવતા, ઘર ભુલી ગયેલ પરપ્રાંતિય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

શહેરના મણિનગર વિસ્તારમાં પરપ્રાંતિય બાળકી ઘર ભુલી ગઈ હતી. આ બાળકીનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 09T165258.918 પોલીસે બતાવી માનવતા, ઘર ભુલી ગયેલ પરપ્રાંતિય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

અમદાવાદ : કઠોર માનવામાં આવતી પોલીસનો દયાળુ ચહેરો સામે આવ્યો. શહેરના મણિનગર વિસ્તારમાં પરપ્રાંતિય બાળકી ઘર ભુલી ગઈ હતી. આ બાળકીનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. સમાજમાં પોલીસને કઠોર અને નિર્દયી માનવામાં આવે છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની શ્રેષ્ઠ કામગીરી સામે આવી. ફરજ સિવાય પણ તેઓ માનવતાનો અભિગમ અપનાવે છે તે આ પોલીસ અધિકારીઓએ બતાવ્યું.

ઇસનપુરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતિય બાળકી ગુમ થઈ હતી. આ વિસ્તારમાં ફરજ બજાવનાર પોલીસ અધિકારીના ધ્યાનમાં આવ્યું કે બાળકી એકલી છે અને રડી રહી છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે પોલીસ અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં ખડેપગે રહેનાર ઇસનપુરના કોન્સ્ટેબલે મણીનગર વિસ્તારમાં બાળકીને રડતી જોઈ. ત્યારે હેડ કોન્સ્ટેબલ ઘરે પાછા જવાના બદલે તરત બાળકીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને બાળકીને પોલીસવાનમાં લઈ આસપાસના વિસ્તારમાં ફર્યા. આ સાથે રાત્રે જ મસ્જિદોમાં બાળકી ગુમ થયા અંગેની પણ જાહેરાત કરતા સ્થાનિક લોકોની પણ મદદ લીધી.

પોલીસ હેડકોન્સ્ટેબલના આ ઉમદા કાર્યમાં અન્ય લોકો પણ મદદે આવ્યા. પોલીસના સ્ટાફની સાથે સ્થાનિકો પણ નાની બાળકીના પરીવારની શોધમાં લાગ્યા. સાથે તમામ વ્હોટસઅપ ગ્રુપમાં પણ મેસેજ કર્યા. દરમ્યાન બાળકીને હેડ કોન્સ્ટેબલે પોતાની દિકરીની જેમ સાચવી. તેને સાંત્વના આપવા સાથે જમવાનું પણ આપ્યું. પોલીસની સાથે નાગરીકો પણ આ કાર્યમાં જોડાતા સોનામાં સુગંધ ભળતા જલદી બાળકીના પરિવાર મળી આવ્યો. બાળકીનો પરિવાર ઇસનપુરમાં સોનીના ખેતરમાં રહેતો હતો. જેઓ મૂળ બિહારના હતા અને રાજ્યમાં મજુરી કામ કરી ગુજરાન કરતા હતા. બિહારના મજુર વર્ગની પરિવારની ગુમ થયેલ દિકરીનું પરિવાર સાથે મિલન થતા હેડ કોન્સ્ટેબલની મહેનત રંગ લાવી. ઇસનપુર પોલીસ દ્વારા મણિનગરથી મળી આવેલ અને ઘર ભુલી ગયેલ બાળકીને લઈને ત્વરિત કામગીરી કરતા પરિવારે પણ આભાર માન્યો. પરિવારને જોતા જ બાળકી તેમને ભેટીને રડવા લાગી હતી. બાળકી અને પરીવારનું સુખદ મિલન જોનારા તમામની આંખો છલકાઈ ગઈ હતી.

લોકસભા ચૂંટણીમાં બંદોબસ્તમાં કામગીરી બજાવનાર ઇસનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ ગઢવીની સમયસૂચકતા અને માનવીય અભિગમના લીધે એક પરિવારે ગુમ થયેલ દિકરી પાછી મેળવી અને દિકરીએ પરિવાર પાછો મેળવ્યો. આ બનાવ બતાવે છે કે પોલીસ અને પ્રજા સાથે મળીને કામ કરે તો તમામ કામો સરળ બની જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઉધ્ધવના ઉમેદવારના પ્રચાર માટે આવ્યો મુંબઈ બ્લાસ્ટનો આરોપી

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….