Not Set/ નીતિ આયોગે કોરોના મહામારી વચ્ચે આપ્યા સારા સંકેત- કેન્દ્ર આપી શકે છે વધુ એક…

નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું છે કે, કોવિડની બીજી લહેર વચ્ચે દેશને ઉપભોક્તા અને રોકાણકારોની ધારણા પ્રત્યે ‘વધુ અનિશ્ચિતતા’ માટે તૈયાર રહેવું જોઈએ.

Top Stories India
Untitled 33 નીતિ આયોગે કોરોના મહામારી વચ્ચે આપ્યા સારા સંકેત- કેન્દ્ર આપી શકે છે વધુ એક...

નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું છે કે, કોવિડની બીજી લહેર વચ્ચે દેશને ઉપભોક્તા અને રોકાણકારોની ધારણા પ્રત્યે ‘વધુ અનિશ્ચિતતા’ માટે તૈયાર રહેવું જોઈએ. કુમારે રવિવારે કહ્યું હતું કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર જરૂરી નાણાકીય પગલાં લેશે. કુમારે સ્વીકાર્યું કે, સંક્રમણનાં વધતા જતા કેસોને કારણે હાલની સ્થિતિ ભૂતકાળની તુલનામાં વધુ મુશ્કેલ બની ગઈ છે. તેમ છતાં, તેમણે આશા વ્યક્ત કરી કે, 31 માર્ચ, 2022 નાં અંતમાં નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 11 ટકાનાં દરે વૃદ્ધિ કરશે.

પરીક્ષા મોકૂફ / વર્તમાન સ્થિતિને જોતા JEE Main પરીક્ષા મોકૂફ, કેન્દ્રીય શિક્ષણમંત્રીનો મહત્વનો નિર્ણય

દેશમાં કોવિડ-19 કેસ ઝડપથી વધી રહ્યા છે. વળી, સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ વધી રહી છે. આને કારણે, ઘણી રાજ્ય સરકારોએ લોકોનાં હરવ-ફરવા પર અંકુશ લાવી દીધો છે. કુમારે કહ્યું કે, ભારત આ મહામારીને હરાવવા નજીક હતો, પરંતુ બ્રિટન અને અન્ય દેશોનાં નવા વેરિઅન્ટનાં વાયરસને કારણે હવે સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. નીતિ આયોગનાં વાઇસ ચેરમેને પીટીઆઈને કહ્યું, ‘આની સીધી અસર સેવા જેવા કેટલાક ક્ષેત્રો પર પડશે. બીજી લહેર આર્થિક વાતાવરણ વિશે પણ અનિશ્ચિતતા પેદા કરશે, જેની આર્થિક પ્રવૃત્તિ પર આડકતરી અસર પડશે. આવી સ્થિતિમાં, આપણે ઉપભોક્તા અને રોકાણકારો બંને દ્રષ્ટિએ વધુ અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું પડશે.” સરકાર નવા પ્રોત્સાહન પેકેજ પર વિચાર કરી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કુમારે કહ્યું હતું કે, આ સવાલનો જવાબ ફક્ત ત્યારે જ આપી શકાય જ્યારે નાણાં મંત્રાલય કોવિડની બીજી લહેરની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષનું આકારણી કરી લે.

બેકાબુ કોરોના / કોરોનાનું સંકટ ઘેરાયું : નાસિકમાં પ્રિન્ટીંગ પ્રેસ 30 એપ્રિલ સુધી બંધ, ચલણી નોટનું છાપકામ અટકી પડ્યું

કુમારે કહ્યું, ‘તમે આ અંગે રિઝર્વ બેંકની પ્રતિક્રિયા જોઇ છે. મને વિશ્વાસ છે કે જો જરૂર પડે તો સરકાર નાણાકીય પગલા પણ લેશે.’ આ મહિનાની શરૂઆતમાં, સેન્ટ્રલ બેંકે મુખ્ય નીતિ દર ચાર ટકા રાખ્યો છે. વળી રિઝર્વ બેંકે પણ પોતાનું નરમ વલણ ચાલુ રાખ્યું છે. રોગચાળાથી અસરગ્રસ્ત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે કેન્દ્ર સરકારે 2020 માં ‘આત્મનિર્ભર ભારત’ પેકેજની જાહેરાત કરી હતી. કુલ મળીને, આ પેકેજની કિંમત 27.1 લાખ કરોડ રૂપિયા છે, જે જીડીપીનાં 13 ટકાથી વધુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ