સુરત/ પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પતિએ બેહોશ કરી રેલવે ટ્રેક પર ફેકી દીધી

સંજય મહંત-સુરત સુરતના  ગોદાદરા વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી હતી બાદમાં જેતે સમયે લીંબયત પોલીસે આરોપી સાથે સેટિંગ કરી ગુનો નોંધ્યો ન હતો બાદમાં ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરતા હકીકત બહાર આવી હતું કે મહિલાની હત્યા […]

Gujarat Surat
Untitled 210 પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પતિએ બેહોશ કરી રેલવે ટ્રેક પર ફેકી દીધી

સંજય મહંત-સુરત

સુરતના  ગોદાદરા વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં એક પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી હતી બાદમાં જેતે સમયે લીંબયત પોલીસે આરોપી સાથે સેટિંગ કરી ગુનો નોંધ્યો ન હતો બાદમાં ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરતા હકીકત બહાર આવી હતું કે મહિલાની હત્યા કરવામાં આવી બાદમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર પતિ અને બનેવીની ધરપકડ કરી છે.

સુરત ના લીંબયત પોલીસ દ્વારા એક મહિલાની થયેલ હત્યા મામલે ભીનું સંકેલવા માટે પ્રયત્નો કર્યા હતા અને આરોપી સાથે મળી રૂપિયાનો પણ વહેવાર કરવામાં આવ્યો હતો જેથી પોલીસે હત્યાનો ગુનો ન નોંધ્યો હતો અને માત્ર એડી તપાસ કરી હતી હા આ વાત સાચી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત ઓક્ટોબરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી દીધી હતી.

ઉલેખ્નીય લીંબયત પોલિસ ને આ બાબતે હકીકત ખ્યાલ હતો છતાં પણ હત્યાનો ગુનો નોંધાયો ન હતો અને ગોલમાલ કરી હતી જ્યારે આ મહિલા ગુમ થયાની ફરિયાદના 10 દિવસ બાદ તે ઉના ખાતે રાજ પેલેસ હોટલમાં રોકાઈ હતી. ભાવેશના સંબંધીઓને આ બાબતે માહિતી મળતા કારમાં બેસાડી સોનલ અને તેના પ્રેમી પ્રવિણને સુરત લાવ્યા હતા. જે દિવસે ઉનાથી આવ્યા એ જ રાત્રે બાર વાગે ભાવેશ અને સોનલ વચ્ચે ઝગડો થતા તેણે કહ્યું કે તે પાછી પ્રવિણ સાથે ભાગી જશે.તેણીએ ભાવેશને મર્દાનગી બાબતે પણ મેણા માર્યા હતા. તેથી ઉશ્કેરાયેલા ભાવેશે સોનલનું માથું દિવાલને અફાળી દીધું હતું. જેથી તે બેહોશ થઈ ગઈ હતી. ભાવેશને એમ હતું કે તે મરી ગઈ છે.

ગોડાદરામાં મહારાણા ચોક ખાતે શિવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ રામજી કલસરીયાની પત્ની સોનલ 24 ઓક્ટોબરે તેના પ્રેમી પ્રવિણ હડિયા સાથે નાસી ગઈ હતી. પરંતુ તેના પતિએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.છતાં પણ પોલીસે કોઈ તપાસ કરી ન હતી આખરે હત્યારા પતિ અને બનેવીની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.