કરન્સી/ ઇમરાનની સરકારમાં પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ અતિ ખરાબ,વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન

પાકિસ્તાની રૂપિયો, વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સીમાંની એક બની ગઈ છે. તેની કિંમતમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે

Top Stories World
pakistan 2 ઇમરાનની સરકારમાં પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ અતિ ખરાબ,વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન

આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીંનું ચલણ પાકિસ્તાની રૂપિયો, વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સીમાંની એક બની ગઈ છે. તેની કિંમતમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. જેના કારણે વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાની રૂપિયો વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સીમાંની એક બની ગઈ છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં 12 ટકાનો ઘટાડો થયો છે.  જ્યારે એક યુએસ ડૉલરની કિંમત 152.50 રૂપિયા હતી મે મહિનામાં  તેની કિંમતમાં 17 ટકાનો ઘટાડો થયો હતો.

એક અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે 2021ના અંત સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફ વળવું પડશે.  સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (PBI) દ્વારા રૂપિયાને સ્થિર રાખવા માટે ઘણા માપદંડો લાગુ કરવામાં આવ્યા છે.

આ સિવાય અહીંની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) પણ ડૉલર બહાર ન જાય તે માટે દાણચોરો અને સંગ્રહખોરો વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર દરમિયાન છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે.

ન્યઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2021માં એક યુએસ ડૉલરની કિંમત 177 રૂપિયા હતી, ઑગસ્ટ 2018માં ડૉલરની કિંમત 123 રૂપિયા હતી. તે મુજબ છેલ્લા 40 મહિનામાં ડોલર સામે પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં 30.5 ટકાનો ઘટાડો થયો છે. દેશના ઈતિહાસમાં ચલણમાં આ સૌથી મોટો ઘટાડો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 1971-72માં બાંગ્લાદેશના અલગ દેશ બન્યા બાદ પાકિસ્તાનના ચલણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. માહિતી અનુસાર, ત્યારબાદ આર્થિક સંકટના કારણે પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં 58 ટકાનો ઘટાડો થયો હતો. એક ડોલરની કિંમત રૂ. 4.60 થી રૂ. 11.10 સુધી ઉછળી હતી