Ahmedabad/ શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ કરનાર લોકો વિરુદ્ધ વીજ કંપનીએ બતાવી લાલ આંખ

ગેરકાયદેસર વીજળીનાં જોડાણ કરીને વીજ ચોરી કરતા લોકોને પકડવા ટોરેન્ટ પાવર દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું….

Ahmedabad Gujarat
sssss 87 શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ કરનાર લોકો વિરુદ્ધ વીજ કંપનીએ બતાવી લાલ આંખ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગેરકાયદેસર વીજળીનાં જોડાણ કરીને વીજ ચોરી કરતા લોકોને પકડવા ટોરેન્ટ પાવર દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે જમાલપુર વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્તની સાથે ટોરેન્ટ પાવરનાં અધિકારીઓએ 186 જેટલા ગેરકાયદે વીજજોડાણનો પર્દાફાશ કર્યો છે અને તેમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણને કારણે વીજ કંપનીએ નુકસાન પહોંચાડતા માફિયાઓ સામે હવે વીજ કંપનીએ જાણે કે લાલ આંખ કરી હોય તેવું લાગી રહ્યું છે. વટવા જુહાપુરા બાદ હવે જમાલપુર વિસ્તારમાં પણ વીજ કંપનીનાં કર્મચારીઓએ પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં અલગ અલગ રીતે વીજળી ચોરી કરવાની હકીકતો બહાર આવી છે.. મળેલી બાતમી અને તપાસ કરતાં સામે આવેલી હકીકતોના આધારે અલગ-અલગ જગ્યાએથી ૧૮૬ વીજળી ચોરીના કેસ ટોરેન્ટ પાવર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવેલી રેડી ની વાત કરીએ તો, વીજ કંપનીના કર્મચારીઓએ જમાલપુરના સોદાગર ની પોળ, કાચની મસ્જિદ અને સિંધી વાડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં તેમણે ગેરકાયદેસર વીજ જોડાણના 186 કેસ કર્યા હતા. અને ૧૦ કિલો જેટલો વાળનો જથ્થો પણ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસે લોકોને ગેરકાયદેસર વીજ જોડાણ પૂરું પાડતાં સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તેઓ ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ટોરેન્ટ પાવરના અધિકારીઓનું કહેવું છે કે પકડાયેલા સાથે આરોપીઓ વીજળી ચોરી નું સેટીંગ કરી આપતા હતા. તો બીજી તરફ વીજળી ચોરીના કારણે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને મોટું નુકસાન જવાથી શંકાશીલ વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને બીજી તરફ બાતમીદારોને આધારે મળેલી માહિતીને ધ્યાનમાં રાખીને રેડ કરતા વીજળી ચોરી નું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં આ સાત આરોપીઓ સિવાય અન્ય આરોપીઓ સંડોવાયેલા હોય તેવી હકીકત પણ પોલીસ ઉચ્ચારી રહી છે. જેને શોધવા માટે કવાયત હાથ ધરાઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો