Not Set/ સિંગતેલ ડબ્બા નો ભાવ 2600એ પહોચ્યો ,કપાસિયા તેલ ના ડબ્બા ના ભાવ 2500 થયા

વેપારી સૂત્રો અનુસાર કેટલીક હોટલ, રેસ્ટોરાંવાળા પણ એક સાથે સિંગતેલના ડબ્બા લઈ જવાનું શરૂ કર્યું હતું.

Gujarat Others
કપાસિયા

મગફળીના દાણા અને મગફળીના તેલની નિકાસની માંગને કારણે તેલીબિયાં બજારમાં  ભાવ  વધતા જોવા  મળી રહ્યા  છે . જેમના પગલે સામાન્ય વર્ગને વધુ  ઘસવાવનો વારો આવી રહ્યો છે.  કોરોના  મહ્મારી ની  દેશ ના તેમજ ઘર ના  આર્થીક અર્થતંત્ર પાર સારી એવી અસર  થઇ છે  . સિંગતેલ અને કપાસિયા ના  ભાવ વધતા લોકો હવે  પામોલીન તેલ નો વપરાશ વધુ કરતા  જોવા મળી રહ્યા છે . હળવા તેલમાં સૌથી સસ્તું હોવાને કારણે સોયાબીન ડીગમ માંગમાં રહ્યું.

આ પણ વાંચો :Googleએ આ કારણે અફઘાન સરકારના ઇમેલ એકાઉન્ટ્સ કર્યા બંધ

રાજય માં સાતમ આઠમ નિમિત્તે છ દિવસ તેલ બજારમાં સોદાઓ બંધ રહ્યા બાદ આજે તેલનો ધંધો ધમધમતો થયો હતો અને ઉઘડતી બજારે સિંગતેલ વધીને રૂ।.2540થી 2600ની સપાટીએ પહોંચ્યું છે તો કપાસિયા તેલમાં આંશિક ઘટાડા સાથે રૂ।.2495-2545ના ભાવ  જોવા મળી રહ્યા હતા .

આ પણ વાંચો :મહારાણી એલિઝાબેથ બીજા ના અંતિમ સંસ્કારની યોજના થઇ લીક

ઈતિહાસમાં પ્રથમ વાર તા.7 ઓગષ્ટે કપાસિયાના ભાવ સિંગતેલ કરતા વધ્યા હતા અને તા.8,9 ઓગષ્ટે બન્નેના ભાવ રૂ।.2500 સમાન રહ્યાં હતાં. આને કારણે ઘરેલુ વપરાશ માટે કપાસિયાને બદલે લોકો સિંગતેલ ખરીદવા માંડયા હતાં. વેપારી સૂત્રો અનુસાર કેટલીક હોટલ, રેસ્ટોરાંવાળા પણ એક સાથે સિંગતેલના ડબ્બા લઈ જવાનું શરૂ કર્યું હતું. જેના પગલે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો ;મહામારીમાં નિષ્ફળ નીવડતા જાપાનના વડાપ્રધાન રાજીનામું આપશે