Price Rise/ સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, 15 દિવસમાં ₹100 વધ્યા

વિકાસ અને વૃદ્ધી દરો તો જાણે દેશમાંથી ખોવાયજ ગયા છે અને GDP ઔતિહાસીક માઇન્સમાં જોવામાં આવી રહ્યો છે. જો કે, પાછલા ક્વાટરમાં થોડો ઉંચો આવ્યો, પરંતુ ભારતની સ્થાપના સમયથી આવી ખરાબ

Top Stories Gujarat Others
gas cyclinder સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઝીંકાયો વધારો, 15 દિવસમાં ₹100 વધ્યા
  • સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો
  • પ્રતિ સિલિન્ડર રૂપિયા 50નો વધારો
  • 15 દિવસમાં ₹100 નો વધારો
  • આ જ મહિનામાં બીજી વખત થયો વધારો
  • આજથી નવો ભાવ પ્રતિ સિલિન્ડર ₹700 થી વધુ
  • ગૃહિણીઓના બજેટમાં ગાબડું

વિકાસ અને વૃદ્ધી દરો તો જાણે દેશમાંથી ખોવાયજ ગયા છે અને GDP ઔતિહાસીક માઇન્સમાં જોવામાં આવી રહ્યો છે. જો કે, પાછલા ક્વાટરમાં થોડો ઉંચો આવ્યો, પરંતુ ભારતની સ્થાપના સમયથી આવી ખરાબ આર્થિક સ્થિતિ જોવામાં આવી નથી, તે પણ હકીકત છે. પહેલાથી જ મંદી સામે ઝઝુમી રહેલ ભારત સરકારને કોરોનાએ આર્થિક મામલે ધોળા દિવસે તારા બતાવી દીધી અને આજ કોરોનાએ વિશ્વ અર્થતંત્રને છીનભીન કરી સામાન્ય લોકોને પણ રોતા કરી દીધા. તમામ હકીકતો અને ચર્ચા વચ્ચે દેશમાં હરણફાળ વિકાસ તો થયો પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે તે વિકાસ ફૂગાવાએ કર્યો.

Farmers Protest / ખેડૂત આંદોલનમાં નીતિન ગડકરી ઝુકાવ્યું, કહ્યું – સરકાર …

Good news! Prices of non-subsidised LPG gas cylinder reduced by over Rs 150 | Zee Business

કોરોનાનાં કાળમાં બંધ બેરોજગાર, આર્થિક ભીંસ અને તેમા પણ મંદીની સાથે મોંધવારીનો માર જ્યારે પ્રજા માટે અસહ્ય જ જોવામાં આવી રહ્યો છે, ત્યારે જ ફરી ગૃહેણીના બજેટ બગાડતા સામાચાર સામે આવી રહ્યા છે અને તે છે  બસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો. બીલકુલ સાચું…. બસીડી વાળા ગેસ સિલિન્ડરમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 50નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

Accident / ગુજરાતી મૂળનાં NRI પરિવારને અમેરિકામાં નડ્યો અકસ્માત, બે જુવ…

lunch-box-stills-nimrat-kaur-pics - OhBly

આપને જણાવી દઇએ કે પંદર – દશ – પચીસ વગેરે વગેરે થઇને છેલ્લા 15 દિવસમાં બસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ₹100 નો વધારો થઇ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જ મહિનામાં આ બીજી વખત કરવામાં આવેલો મોટો ભાવ વધારો છે. ભાવ વધારાનાં કારણે આજથી નવો ભાવ પ્રતિ સિલિન્ડર ₹700 થી વધુ હશે અને ગૃહિણીઓના બજેટમાં ગાબડું વધુ મોટુ કરશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…