Not Set/ પ્રધાનમંત્રીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લોકો પાસેથી મંગાવ્યા સુઝાવ : અહી જાણો કેવી રીતે મોકલશો સુઝાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ માટે લોકોના સુઝાવ માંગ્યા છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી છેલ્લા ત્રણ વર્ષથી ભાષણ માટે લોકોનો સુઝાવ માંગતા રહ્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે, “15 ઓગસ્ટ પર મારા ભાષણ વિશે આપનો શું સુઝાવ છે? આને તમે વિશેષ રીતે બનાવાયેલા મંચ નરેન્દ્ર મોદી એપ પર મારી સાથે શેર […]

India
GettyImages 484223264 પ્રધાનમંત્રીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લોકો પાસેથી મંગાવ્યા સુઝાવ : અહી જાણો કેવી રીતે મોકલશો સુઝાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ માટે લોકોના સુઝાવ માંગ્યા છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી છેલ્લા ત્રણ વર્ષથી ભાષણ માટે લોકોનો સુઝાવ માંગતા રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે,

“15 ઓગસ્ટ પર મારા ભાષણ વિશે આપનો શું સુઝાવ છે? આને તમે વિશેષ રીતે બનાવાયેલા મંચ નરેન્દ્ર મોદી એપ પર મારી સાથે શેર કરી શકો છો.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં લોકો પાસેથી ઉપયોગી જાણકારી મળવાને લઈને આશા રાખે છે. લોકો માયજીઓવી વેબસાઈટ પર પણ પોતાના વિચારો શેર કરી શકે છે. mygov.in મુજબ પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં કેટલાક વિચ્ચારો સામેલ કરવા માંગે છે.

વેબસાઈટ પર બળાત્કાર, ખુલ્લામાં શૌચ, આરક્ષણ પ્રણાલી અને શિક્ષા સહીત કેટલાક મામલાઓ પર પહેલાથી જ કેટલાક સુઝાવ પ્રાપ્ત થઈ ચુક્યા છે. પ્રધાનમંત્રીનું નરેન્દ્ર મોદીનું આ પાંચમું સ્વતંત્રતા દિવસ ભાષણ હશે.