રાજસ્થાન/ પાકિસ્તાનની જીત પર ખુશી મનાવવાની મહિલા ટીચરને મળી આ સજા

ટીમ ઈન્ડિયાનાં ખરાબ પ્રદર્શન પર સોશિયલ મીડિયામાં લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો, બીજી તરફ રાજસ્થાનમાં એક મહિલા ટીચર પાકિસ્તાનની જીત પર ખુશી મનાવવા લાગ્યા હતા.

India
પાકિસ્તાનનો સપોર્ટ કરવો મહિલા ટીચરને ભારે પડ્યું

T20 વર્લ્ડકપની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે ગ્રુપ-B ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ રમાઇ હતી, જેમા પાકિસ્તાનની ટીમે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવી ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાનાં ખરાબ પ્રદર્શન પર સોશિયલ મીડિયામાં લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો, બીજી તરફ રાજસ્થાનમાં એક મહિલા ટીચર પાકિસ્તાનની જીત પર ખુશી મનાવવા લાગ્યા હતા.

પાકિસ્તાનનો સપોર્ટ કરવો મહિલા ટીચરને ભારે પડ્યું

આ પણ વાંચો – Political / મહેબૂબાનાં ટ્વીટ પર ગુસ્સે થયેલા અનિલ વિજ આ શું બોલી ગયા? કહ્યુ- દોષ મહેબૂબા મુફ્તીનાં DNA માં છે

વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કરવુ એક સ્કૂલ ટીચરને ભારે પડી ગયુ છે. આ શિક્ષક સામે કડક કાર્યવાહી કરીને શાળાએ તેને નોકરીમાંથી કાઢી મૂકી છે. પાકિસ્તાનની જીત બાદ સ્કૂલ ટીચરે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ‘We Won’. તેમનું આ સ્ટેટસ જોયા બાદ કેટલાક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને ટીચરની ફરિયાદ પણ કરી. મામલો રાજસ્થાનનાં ઉદયપુરનો છે, જ્યાં એક ખાનગી શાળાની મહિલા શિક્ષિકા નફીસા પર આરોપ છે કે તેમણે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનાં સમર્થનમાં લખ્યું હતું અને જ્યારે તેની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે સ્કૂલ મેનેજમેન્ટે તેમને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. હજુ સુધી આ મામલે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી કે મેનેજમેન્ટે પણ આ મામલે પોલીસને કોઈ ફરિયાદ કરી નથી. જોકે, સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષકનાં આ કૃત્ય માટે માફી માંગી નથી. નોંધપાત્ર રીતે, ઉદયપુરની આ શાળા સોજતિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપની મેચ બાદ પંજાબનાં સંગરુર જિલ્લાની એક એન્જિનિયરિંગ સંસ્થામાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ અને ઉત્તર પ્રદેશ અને બિહારનાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે મેચ પછી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના પછી કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાશ્મીરનાં કેટલાક વિદ્યાર્થીઓ અને ઉત્તર પ્રદેશ અને બિહારનાં અન્ય વિદ્યાર્થીઓ સંગરુરમાં ભાઈ ગુરદાસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં પોતપોતાનાં રૂમમાં મેચ જોઈ રહ્યા હતા. મેચમાં ભારતની હાર બાદ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

પાકિસ્તાનનો સપોર્ટ કરવો મહિલા ટીચરને ભારે પડ્યું

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડે T20 વર્લ્ડકપમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ, અફઘાનિસ્તાને પણ કર્યો આ ખાસ રેકોર્ડ પોતાના નામે

દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાશ્મીરી વિદ્યાર્થી આરોપ લગાવતો જોવા મળી રહ્યો છે કે ઉત્તર પ્રદેશનાં કેટલાક વિદ્યાર્થીઓ તેમના રૂમમાં ઘૂસી ગયા અને તેમના પર હુમલો કર્યો. વીડિયોમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, “અમે અહીં એક મેચ જોઈ રહ્યા હતા અને ઉત્તર પ્રદેશનાં કેટલાક વિદ્યાર્થીઓ બળજબરીથી અમારા રૂમમાં ઘુસ્યા. અમે અહીં અભ્યાસ કરવા આવ્યા છીએ.” વિદ્યાર્થીએ વીડિયોમાં તેના રૂમને થયેલા નુકસાનને પણ બતાવ્યું હતું. પોલીસે બાદમાં જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે મામલો થાળે પડ્યો હતો અને તેઓએ માફી માંગી હતી. તેમણે કહ્યું કે આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.