Vadodara/ અજગર ને ભારે પડ્યું વાંદરો ગળી જવુ, થઇ એવી હાલત કે હલવુ પણ થયુ મુશ્કેલ

અજગર ઘણીવાર પોતાનાથી પણ વધારે લાંબા અને કદ્દાવર પ્રાણીઓને ગળી જતો હોય છે. ગુજરાતનાં વડોદરામાં પણ આવુ જ કઇંક બન્યુ હતુ. જ્યા એક 10 ફૂટ લાંબો અજગર જીવતો વાંદરો ગળી ગયો હતો.

Gujarat Vadodara
ગળી

અજગર ઘણીવાર પોતાનાથી પણ વધારે લાંબા અને કદ્દાવર પ્રાણીઓને ગળી જતો હોય છે. ગુજરાતનાં વડોદરામાં પણ આવુ જ કઇંક બન્યુ હતુ. જ્યા એક 10 ફૂટ લાંબો અજગર જીવતો વાંદરો ગળી ગયો હતો. જે બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. અજગર હલી પણ શકતો ન હતો.

આ પણ વાંચો – ક્રાઈમ /  હાઈ પ્રોફાઈલ મહિલા સાથે સેક્સ કરી પૈસા કમાવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતા વડોદરાના બંટી બબલી ઝડપાયા

વન અધિકારીઓએ કહ્યું કે, તેમણે ખૂબ મહેનત બાદ વિશાળ અજગરનાં પેટમાંથી વાંદરાને બહાર કાઠ્યો હતો. જો કે બંનેની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે, પરવાનગી મળ્યા બાદ બંનેને જંગલમાં છોડી દેવામાં આવશે. આ ઘટનાની તસવીરો ANI એ તેના ટ્વિટર પર શેર કરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે, વાંદરાને ગળી ગયા બાદ અજગરની હાલત નાજુક જોવા મળી રહી છે. તે એક જગ્યાએ પટકાયો છે. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે વન અધિકારીઓ અજગરના પેટમાંથી વાંદરાને કેવી રીતે બહાર કાઠવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેઓ આ કાર્યમાં સફળ પણ થાય છે.

આ પણ વાંચો – વિશ્વ આદિવાસી દિવસ /  પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉમંગભેર ઉજવણી કરાઈ

આ ઘટના ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે, અજગર દ્વારા કોઈપણ પ્રાણીને ગળી ગયા પછી તેના પેટમાંથી જીવંત બહાર આવવું મુશ્કેલ હોય છે. પરંતુ વાંદરાનું નસીબ એટલુ સારું હતું કે, તે મોતનાં મુખમાંથી સલામત રીતે બહાર આવ્યો હતો. વન વિભાગનાં જણાવ્યા અનુસાર બંને સુરક્ષિત છે. તેમણે કહ્યું કે પરવાનગી મળ્યા બાદ તેઓ અજગરને જંગલમાં છોડી દેશે. ગુજરાત વન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ વડોદરાની એક નાની નદીમાંથી 10 ફૂટ લાંબા અજગરને બચાવ્યો હતો. વાંદરાને ગળી ગયા બાદ તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે, વાંદરાને બહાર નિકાળ્યા બાદ અજગર કેટલો આરામથી તેના પાંજરામાં પડેલો દેખવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, અજગર વિશાળ સાપની એક પ્રજાતિ છે. તેમાં ઝેર હોતું નથી. પરંતુ તે મોટા પ્રાણીઓને ગળી જાય છે. તેની જાળમાં ફસાયેલા પ્રાણીઓ છટકી શકવુ લગભગ અસંભવ બની જાય છે.