ગુજરાત/ રાજય માં ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું

રાજયમાં  નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે.

Top Stories Gujarat
Untitled 209 રાજય માં ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું

  રાજય માં  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર  વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે. નોંધનીય છે કે, 30,343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4649 વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે.

આ પણ વાંચો :ટૂંક સમયમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના જાહેર કરવામાં આવશે -PM મોદી

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સની કુલ 32 હજાર 703 રીપિટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આ પહેલા ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું અને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જો કે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોના મહામારીને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :કેરળમાં કોરોનાના વધતા જતા કેસો ને લઈને , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની મુલાકાતે

 રાજયમાં  નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે. હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ કરાઈ છે.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં તાલિબાની યુગની શરૂઆત, દેશની આ સ્થિતિ પર આજે થશે UNSC ની બેઠક