Gujarat/ ગીરગઢડાના વડવીયાળામાં રસ્તો બન્યો માત્ર કાગળ પર!,વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી

તાલુકા પંચાયતમાં તપાસ કરતા આ રસ્તો કાગળ પર બોલે છે જેથી હવે રસ્તો બનાવી શકાય નહીં પરંતુ હકિકતમાં જુની પંચાયત દ્રારા રસ્તો બનાવેલ છે તેવુ રેકર્ડ પર દેખાય આવે છે

Top Stories India
5 19 ગીરગઢડાના વડવીયાળામાં રસ્તો બન્યો માત્ર કાગળ પર!,વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી

ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામમાં અમુક વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે રસ્તો બની ગયેલ હોય પરંતુ આ રસ્તો માત્ર કાગળ પરજ હોય આજ સુધી આ શિવમંદિરના પાછળના ભાગે બજાર વિસ્તારમાં રસ્તો નહીં બનતા રહીસોમાં ભારે આક્રોષ ફેલાય ગયો હતો. આ બાબતે રહીસો વર્તમાન પંચાયતના સત્તાધિસોને રજુઆત કરતા પંચાયત આ વિસ્તારમાં રસ્તો બનાવવા માંગે છે. પરંતુ તાલુકા પંચાયતમાં તપાસ કરતા આ રસ્તો કાગળ પર બોલે છે જેથી હવે રસ્તો બનાવી શકાય નહીં પરંતુ હકિકતમાં જુની પંચાયત દ્રારા રસ્તો બનાવેલ છે તેવુ રેકર્ડ પર દેખાય આવે છે.

સ્થાનિક રહીસો સ્પષ્ટ પણે કહે છે કે રસ્તો બન્યો નથી. તેથી જુની પંચાયતે રૂ. ૪.૮૫ લાખનો રસ્તો કાગળ પર બનાવી નાખી અને તેનુ બીલ પણ તલાટી મંત્રી રજા ઉપર ઉતરી પોતાનો ચાર્જ અન્યને સોપી તેના હસ્તે કાગળ પર બનાવેલ રોડના બીલમાં સહી કરાવી બીલ ઉધારી લીધેલ હોવાનું હાલની પંચાયતના સતાધિસો માંથી જાણવા મળેલ છે.

 શિવ મંદિરના પાછળના ભાગના વિસ્તારોમાં રૂ. ૪,૮૫,૮૯૫ ના ખર્ચે કંમ્પલીકેશન સર્ટીફીકેટમાં ઓનપેપર રસ્તો બની ગયેલ છે. જ્યારે આજ વિસ્તારમાં મનસુખભાઇ રાણપરીયાના મકાન થી બાલુભાઇ ઠુમ્મરના મકાન સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બન્યોજ નથી પરંતુ રસ્તા માત્ર કાગળ પર બોલે છે. તેથી આ વિસ્તારના રહીસો કાગળ પર બનેલા લાખો રૂપિયાના રોડ પર ચાલશે. આ ભ્રષ્ટાચારની ચરમસીમા કહેવી કે ઉપરથી નિચે સુધી તંત્રની મીલીભગત સમજવી કેમ કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ કમ્પલીકેશન સર્ટીફીકેટ આપ્યા બાદજ બીલ મંજુર થાય છે. ત્યારે સવાલએ ઉઠવા પામેલ છે કે ગીરગઢડા તાલુકા પંચાયતના આસીસ્ટન એન્જીનીયર દ્રારા કંપ્લીટેશન સર્ટીફીકેટ આપ્યુ ત્યારે એન્જીનીયરે સ્થળ મુલાકાત વગર ઓફીસમાં બેસીને રોડ પૂર્ણ થયાનું સર્ટીફીકેટ આપ્યુ કે શું તેવા અનેક સવાલો ઉભા થાય છે. આ અંગેની નિસ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટુ કોંભાડ બહાર નિકળાની શક્તા નકારી શકાતી નથી

બાલુભાઇ ઠુમ્મર એ જણાવેલ કે અમારા ઘર પાસે રોડ બનવાનો હતો પણ રોડ બન્યો નથી. પરંતુ એવુ કહે છે કે અહી તો રોડ બની ગયો અને બીલ પણ ઉપડી ગયા હોવાનું જાણવા મળેલ છે. એક વર્ષ પહેલા જુની પંચાયત હતી ત્યારે હકીકતમાં અહી રોડ બન્યોજ નથી.

ચંદુભાઇ નકુમએ જણાવેલ કે જેતે સમયે પંચાયતે નબળી કામગીરીને કારણે અવાર નવાર અરજીઓ કરી હોવા છતા પણ તપાસ કે પ્રત્યુતર નથી મળ્યા અને છેલ્લે એવું જાણવા મળ્યુ છેકે રોડ રસ્તાના બીલની રકમ થી પણ વધુ રકમ ચુકવી તલાટી મંત્રીએ ભ્રષ્ટાચાર આચરી બીલ ચુકવેલા છે. અને એક રસ્તો એવો કે તેનું બીલ થઇ ગયેલ છે. હાલ રસ્તો જમીનના લેવલે નથી. તેમજ મનસુખભાઇ થી બાલુભાઇના મકાન સુધીનો કોઇજાતનો રસ્તો બનેલો નથી ત્યાં હાલની પંચાયત નવો રસ્તો બનાવા માંગે છે. પરંતુ ત્યા ઓનપેપર કાગળોમાં રસ્તો તાલુકામાં બોલે છે તેથી આ રસ્તો ત્યા નહીં બને તો રહીસોને શું કરવાનું જેતે સમયે રસ્તો બનાવી બીલ ઉધારી પણ લીધેલ છે તે કાગળ છે.

વડવીયાળા ગામના ઉપસરપંચ પ્રતિનીધી ઘનશ્યામભાઇએ જણાવેલ કે અમારા ગામમાં અમુક રહેણાંક વિસ્તાર જેવા કે મનસુખભાઇ રાણપરીયાના ઘરથી બાલુભાઇ ઠુમ્મરના મકાન સુધીનો રસ્તો જુની પંચાયતે રસ્તો બનાવેલ છે. માત્ર કાગળ ઉપર બોલે છે. એટલે અમે અહીયા રસ્તો બનાવી શક્તા નથી. ખરેખર રસ્તો ત્યા બન્યો નથી. જુની પંચાયતે ખોટી ખરાઇ કરીને બીલ ચુકવેલ છે. તેની કંમ્પલીશન રીપોર્ટ હાલમાં અમારી પાસે છે

વડવીયાળામાં કાગળ પર બનેલા રોડનુ કંપ્લીટેશન સર્ટીફીકેટમાં કામ શરૂ થયુ તા.૨ ઓગ..૨૦૨૦ અને તા. ૧૦ ઓગ. ૨૦૨૦ ના કામ કાગળ પર પૂર્ણ કરી નાખ્યુ. અને બીલ પણ પાસ થઇ ગયુ અને કાગળ પર બનેલા રસ્તાનો લોકોએ સંતોષ માની હાલ આ વિસ્તારના લોકો કાગળના રસ્તા પર ચાલી રહ્યા છે.રીપટર.કાર્તિક વાજા ઊના