લૂંટ/ કડીમાં મહિલા પર હુમલો કરી હાથના કડલા લૂંટી લૂંટારૂઓ ફરાર

ચક્રો ગતિમાન કર્યા છે અજાણ્યા શખ્સોને પકડવા માટે,પોલીસે, કડીમાં મહિલા પર હુમલો કરીને કડલા લઇ ફરાર થયા છે

Gujarat
woman કડીમાં મહિલા પર હુમલો કરી હાથના કડલા લૂંટી લૂંટારૂઓ ફરાર

મહેસાણામાં ચાેરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. મહેસાણાના કડીમાં એક મહિલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી તેમણે પહેરેલા ચાંદીના કડલા લૂટીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા ખેતરમાં કામ કરવા જઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો એકલતાનો લાભ ઉઠાવી મહિલાના હાથમાં પહેરેલા કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા.

મહેસાણામાં આવેલું કડીમા હત્યા, લૂંટ, ધાડ, મારામારી, અપહરણ જેવી ઘટનાઓ ઘટી રહી છે તો કેટલાક ગુનાઓ વર્ષો વીતવા છતાં વણઉકેલાયેલા જોવા મળે છે ત્યારે કડી વિસ્તારમાં પોલીસ માટે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ખેતરે કામ કરવા જતી કરણનગરની એક મહિલા પર એકલતાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. અને ત્યારબાદ તેને ગંભીર ઈજા પહોંચાડી મહિલાએ પહેરેલા કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા. કડીના કરણનગર વિસ્તારમાં ખેતરમાં કામ કરતાં 34 વર્ષીય મહિલા કોકિલાબેન ખેતરમાં એકલા હતા. તે દરમિયાન તેમના ખેતરમાં અજાણ્યા લૂંટારુઓ આવ્યા હતા અને તેમને માથાના ભાગે ઈજા પહોંચાડી તેમના હાથમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા.

તરે ગયેલા મહિલા પોતાના ઘરે ન આવતા તપાસ કરતા બનાવની જાણ પરિવારને થતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને કડીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે મહિલાને મહેસાણા રિફર કરવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોનું નિવેદન લઈ સમગ્ર બનાવ અંગે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી અને લૂંટ કરી હોવાના મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી વિસ્તારમાં બનેલી વધુ એક લૂંટની ઘટનાને લઈ કડી પોલીસ સહિતનો કાફલો હરકતમાં આવી ગયો છે .પોલીસે ગુનો નોધી અજાણ્યા શખ્સો ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છએ.