Ropeway/ દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

મસૂરીમાં બનેલો રોપવે ભારતની સૌપ્રથમ રોપવે પરિયોજના હતી. તેને 1971માં બનાવવામાં આવી હતી. આ રોપવે 400 મીટર લાંબો છે. તે બાય-એબલ ઝિગ બેકની સાથે પ્રતિ કલાકે 400 પેસેન્જરોને લઈ લાવવા જવાની ક્ષમતા ધરાવે છે. આજે તેને શરૂ થયાને 51 વર્ષ થઈ ગયા છે.

Top Stories India
Mussorie દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

મસૂરીમાં દેશનો પ્રથમ રોપવે 1971માં બન્યો હતો

મસૂરીમાં બનેલો રોપવે ભારતની સૌપ્રથમ રોપવે પરિયોજના હતી. તેને 1971માં બનાવવામાં આવી હતી. મસૂરી હિલસ્ટેશન છે અને દહેરાદૂન જિલ્લામાં આવેલું છે. તે હિમાલય પર્વતમાળાની રેન્જમાં આવેલું છે. તે દૂન ખીણ અને શિવાલિક પર્વતમાળાની રેન્જમાં આવેલું છે. તે દિલ્હીથી 290 કિ.મી. દૂર છે. આ રોપવે 400 મીટર લાંબો છે. તે બાય-એબલ ઝિગ બેકની સાથે પ્રતિ કલાકે 400 પેસેન્જરોને લઈ લાવવા જવાની ક્ષમતા ધરાવે છે. આજે તેને શરૂ થયાને 51 વર્ષ થઈ ગયા છે.

દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવેની વિગતો અહીં આપવામાં આવી છે. 

આંધ્રપ્રદેશ

શ્રીસૈલમ રોપવેઃ આંધ્રપ્રદેશમાં જોઇએ તો બે રોપવે શ્રીસૈલમ રોપવે યોજના અને વિશાખાપટ્ટનમ રેલવે યોજના છે. શ્રીસૈલમ રોપવે 2005માં શરૂ થયો હતો. તે 700 મીટર લાંબો છે અને મોનો-કેબલ પીએફજી રોપવે છે. આ રોપવે આજે શ્રીસૈલમ ટુરનો હિસ્સો છે. કૃષ્ણા નદીના કાંઠે શ્રીસૈલમ ટાઉન આવેલું છે.

Srisailam ropeway દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

અહીં શ્રીમલ્લિકાર્જુન સ્વામી ટેમ્પલ ખાતેથી કૃષ્ણા નદી વહે છે. તેને પાતાલગંગા પણ કહે છે. આ રોપવે આ મંદિરે લઈ જાય છે. રોપવેમાં ચાર જણા બેસી શકે છે. રોપવેમાં બેસીને નાલમ્મા હિલ્સ, કૃષ્ણા નદી અને તેની આસપાસના વિસ્તારનું રમણીય દ્રશ્ય જોવા મળે છે. દર વર્ષે ત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લે છે.

વિશાખાપટ્ટનમ રોપવેઃ તેની ક્ષમતા પ્રતિ કલાક 800 વ્યક્તિની છે. કૈલાસગિરી ખાતેનો રોપવે 350 મીટર લાંબો છે. કૈલાસગિરી આંધ્રના જાણીતા પ્રવાસ કેન્દ્રોમાં સ્થાન પામે છે. દર વર્ષે 25 લાખથી વધુ શ્રદ્ધાળુ કૈલાસગિરી રોપવેની મુલાકાત લે છે. રોજના લગભગ 40 હજાર લોકો તેની મુલાકાત લે છે.

અરૂણાચલ પ્રદેશ

તવાંગ મોનેસ્ટ્રી રોપવેઃ રાજ્યમા 2010માં તવાંગ મોનેસ્ટ્રી રોપવે બનાવવામાં આવ્યો હતો. તે દરિયાઈ સપાટીથી 11000 ફૂટ ઉપર છે. તેની સાથે વિશ્વના સૌથી ઊંચા રોપવેમાં સ્થાન પામે છે.

આસામ

ગુવાહાટી ઉમાનંદા આઇલેન્ડ રોપવેઃ ગુવાહટી ઉમાનંદા આઇલેન્ડ રોપવે ટ્વિન ટ્રેક, બાય-કેબલ, ડબલ રિવર્સિબલ જિગબેક રોપવે છે. તેની લંબાઈ 1800 મીટર છે. ભારતના આ સૌથી લાંબો રોપવે પ્રતિ કલાક 250 લોકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તે બ્રહ્મપુત્રા નદી પર બનાવાયો છે અને ઉમાનંદા ટાપુને જોડે છે.

હરિયાણા

રાજ્યમાં અદી બદરી, અગ્રોહા ધામ, ધોસી હિલ, ફરીદાબાદ, ફિરોઝપુર ઝિરકા, ગુરુગ્રામ રોપવે, કુરુક્ષેત્ર જ્યોતિસર, માધોગઢ ફોર્ટ, મોરની હિલ્સ, પંચકુલા અને તોશામ હિલ્સ એમ 11 રોપવે પરિયોજનાઓનું હાથ ધરવામા આવી છે.

હિમાચલ પ્રદેશ

timber trail દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

પરવાનું ટિમ્બર-ટ્રેઇલ રોપવેઃ રાજ્યમાં બનેલો પરવાનૂ ટિમ્બર-ટ્રેઇલ રોપવે ભારતનો સૌપ્રથમ હિલ-ટુ-હિલ રોપવે હતો. 1.8 કિ.મી. લાંબો રોપવે પિલ્લરો વગર બનેલો છે. આ બાયકેબલ રોપવે છે. તેની ક્ષમતા પ્રતિ કલાક 1000ની છે. ટિમ્બર ટ્રેલ રિઝોર્ટ માટે તેને 1988માં બનાવાયો હતો. આ બાય-કેબલ રોપવે છે.

દેવી રોપવે પ્રોજેક્ટઃ દેવી રોપવે પ્રોજેક્ટ 1997માં બન્યો હતો અને તેની પ્રતિ કલાક ક્ષમતા 800 વ્યક્તિની છે.

જમ્મુ-કાશ્મીર

gulmarg gondola ropeway દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

ગુલમર્ગઃ ગુલમર્ગ ગોંડોલાના સ્કિ રિઝોર્ટ ખાતે વિશ્વનો બીજા નંબરનો કેબલ કાર પ્રોજેક્ટ છે. લગભગ 13,400 ફૂટની ઊંચાઈએ તે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો કેબલ કાર પ્રોજેક્ટ છે.

જમ્મુ રોપવેઃ જમ્મુ રોપવે 1.65 કિ.મી. લાંબો કેબલ કાર પ્રોજેક્ટ છે. તેનું એક સેકશન પીર ખોથી તાવી નદી પર થઈને મહામાયા ટેમ્પલે જાય છે અને બીજું મહામાયા ટેમ્પલથી બાહુ ફોર્ટે જાય છે.

શ્રીનગર કેબલ કારઃ હરિ પર્વત પર આવેલા મકદૂમ સાહિબની સુફી દરગાહે લઈ જાય છે

વૈષ્ણોદેવી રોપવેઃ વૈષ્ણોદેવી રોપવે 375 મીટર લાંબો છે. બાયકેબલ, ડબલ રિવર્સીબલ જિગબેક રોપવેની સાથે પ્રતિ કલાક 800ની ક્ષમતા છે. આમ ભવનથી ભૈરો મંદિર સુધીનો સમાવેશ થાય છે.

ઝારખંડ

દેવગઢ ત્રિકુટ રેલવેઃ ત્રિકૂટ વાસ્તવમાં ત્રણ હિલનું ક્લસ્ટર છે. તેની તુલના ત્રણ હિન્દુ દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે કરાય છે. તેમા પ્રતિ કલાક 500 વ્યક્તિને લઈ જવાની ક્ષમતા છે. હિલની ટોચ પરથી દેવગઢના પવિત્ર શહેરનો જબરજસ્ત વ્યુ મળે છે.

મધ્યપ્રદેશ

ભોપાલ રોપવેઃ ભોપાલ રોપવે પ્રતિ કલાક 400ને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તે 600 મીટર લાંબો રોપવે છે.

Chitrakoot ropeway દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

ચિત્રકૂટ રોપવેઃ 302 મીટર લાંબો રોપવે પ્રતિ કલાક 500ની ક્ષમતા ધરાવે છે. મધ્યપ્રદેશના ચિત્રકૂટના હનુમાનધારામાં આ રોપવે આવેલો છે.

દેવાસ રોપવેઃ 367 મીટર લાંબો રોપવે પ્રતિ કલાક 400ને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તે બે હાઇવે જંકશન પરથી જઈને મા ચામુંડા ટેમ્પલ અને તુલજા ભવાની માતા મંદિરે લઈ જાય છે.

મૈહર મા શારદા દેવી ટેમ્પલ રોપવેઃ મૈહર મા શારદા દેવી ટેમ્પલનો રોપવે 2009માં બનાવાયો હતો અને તે પ્રતિ કલાક 800ની ક્ષમતા ધરાવે છે.

ઓડિશા

હીરાકુંડ રોપવેઃ હીરાકુંડ બંધ અને મહાનદી રિવર પર આવેલો 412 મીટર લાંબો રોપવે પ્રતિ કલાક 400ને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

તરતારિણી ટેમ્પલ રોપવેઃ તરતારિણી ટેમ્પલ રોપવે 2013માં બન્યો હતો. તેની પ્રતિ કલાક ક્ષમતા 300ની છે.

રાજસ્થાન

પુષ્કર રોપવેઃ પુષ્કર સાવિત્રી માતા રોપવેના લીધે 720 મીટરનું અંતર ફક્ત છ મિનિટમાં કપાઈ જાય છે.

સિક્કિમ

ગંગટોક રોપવેઃ 2003માં બનેલો ગંગટોક રોપવે પ્રવાસીઓને સમગ્ર ગંગટોક શહેરનો પેનોરેમિક વ્યુ આપે છે. તેની સાથે શહેરની ગીચતાને દૂર કરવામાં મદદ કરે છે.

નામચી રોપવેઃ આ 2.75 કિ.મી લાબો રોપવે કેબલ કાર છે.

ઉત્તરાખંડ

Joshimath Ropeway દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

જોશીમઠ રોપવેઃ આ 4.2 કિ.મી. લાંબો રોપવે 1987માં બન્યો હતો અને તે બન્યો ત્યારે ભારતનો અને એશિયાનો સૌથી લાંબો રોપવે હતો.

હરિદ્વાર ચાંદી દેવી ટેમ્પલ ઉડન ખટોલા રેલવેઃ આ રોપવે 1997માં બન્યો હતો અને તેની પ્રતિ કલાક ક્ષમતા 800 વ્યક્તિની છે.

હરિદ્વાર મનસા દેવી ટેમ્પલ ઉડન ખટોલા રોપવેઃ હરિદ્વાર બે પેસેન્જર રોપવે ધરાવતું દેશનું પ્રથમ શહેર બન્યું છે.

નૈનિતાલ રોપવેઃ 1990માં બનેલો આ રોપવે સ્વિસ ટેકનોલોજીથી બન્યો છે. તે 220 મીટર લાંબો બાયકેબલ, ઝિગબેક રોપવે છે. તેની પ્રતિ કલાક ક્ષમતા 1200 વ્યક્તિની છે. તેમા બે વેગન છે અને એકસાથે આઠ વ્યક્તિને લઈ જઈ શકાય છે.

પશ્ચિમ બંગાળ

darjeeling ropeway દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત રોપવે અંગે જાણો

દાર્જીલિંગ રોપવેઃ પ્રતિ કલાક 2000ની ક્ષમતા સાથે 2.3 કિ.મી. લાંબો રોપવે ડીટેચેબલ-ગ્રિપ ટાઇપ, સિક્સ સીટર, મલ્ટિ કેબિન, ગોંડોલા ટાઇપ રોપવે છે.

દીઘા કેબલ કારઃ દીઘા કેબલ કાર 2015માં બનાવવામાં આવી હતી. તે અમરાવતી પાર્કની અંદર છે અને સુંદર સરોવર અને ગ્રીનરી પાર્કનો અનુભવ ધરાવે છે. પૂર્વા મેદનીપુર જિલ્લામાં દીઘા રિઝોર્ટ ટાઉનમાં છે.

કોલકાતા સાયન્સ સિટી રોપવેઃ 1998માં બનેલો પ્રતિ કલાક 500ની ક્ષમતા ધરાવે છે. તે કોલકાતા શહેરના હાર્દ સમા વિસ્તારનો પ્રવાસ કરાવે છે.

ભારતમાં હાલમાં તો પચાસેક રોપવે યોજનાઓ કાર્યરત છે અને તેમાથી 25 તો હરિયાણા અને હિમાચલમાં જ છે.