પ્રેરણા/ આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

વિદ્યાર્થિઓ અને શિક્ષકો વચ્ચેનો નાતો શાળા સુધી મર્યાદિત હોય છે. એક વખત સ્કુલનો બેલ વાગ્યો અને વિદ્યાર્થિઓ ઘરે પહોંચ્યા પછી, તે શુ કરે છે..કેવુ વિચારે છે, પરિવાર સાથે તેમનું બોન્ડિંગ કેવુ છે જેવી નાની મોટી અનેક વાતોના વિચારો કરવામાં શળા કે તેના શિક્ષકોને જરાય રસ નથી હોતો

Ahmedabad Gujarat Education Trending
1 2 19 આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

વિદ્યાર્થિઓ અને શિક્ષકો વચ્ચેનો નાતો શાળા સુધી મર્યાદિત હોય છે. એક વખત સ્કુલનો બેલ વાગ્યો અને વિદ્યાર્થિઓ ઘરે પહોંચ્યા પછી, તે શુ કરે છે..કેવુ વિચારે છે, પરિવાર સાથે તેમનું બોન્ડિંગ કેવુ છે જેવી નાની મોટી અનેક વાતોના વિચારો કરવામાં શળા કે તેના શિક્ષકોને જરાય રસ નથી હોતો. પરંતુ એક શાળા એવી છે જે પોતાના વિદ્યાર્થિ માટે અઢવાડિયાના સાતે દિવસ અને ચોવિસે કલાક પરોક્ષ-પ્રત્યક્ષ રીતે હાજર રહે છે. વાત છે નવતર પ્રયોગ દ્ધારા વિદ્યાર્થિઓની લાગણીઓને સમજવાની.

આર્જવ તેની મસ્તીમાં ટીવી જોવામાં લીન હતો અને અચાનક જ તેની મમ્મી હેતાલીએ દિકરાની બાજુમાં બેસીને તેના લલાટે કીસ કરી. આર્જવ પણ સામે મોમને વળગી પડે છે અને આઇ લવ યુ ડેમ્મુ કહે છે. આર્જવ ડેમ્મુ ત્યારે જ બોલતો જ્યારે તેને મોમ પર ખુબ પ્રેમ આવે. હેતાલી વિચારમાં પડી જાય છે કે મારો આર્જવ તો ક્યારેય મને આમ લાગમીવસ થઇને આઇ લવ યુ નથી કહેતો અને આજે તેના મોઢામાંથી આ શબ્દો કેવી રીતે નિકળ્યા. હેતાલીને પણ મમાની જગ્યાએ ડેમ્મુ સાંભળવાનું ખુબ સારુ લાગે છે પરંતુ તે તો આર્જવની મોનોપોલી છે તે ખુશ હોય ત્યારે જ મમાની જગ્યાએ ડેમ્મુ કહે છે. 11 વર્ષના દિકરાએ મમાને પ્રથમ વખત આઇ લવ યુ કહ્યું તેની ખુશીમાં હેતાલીની આંખો છલકાઇ ગઇ.

અમારા સંસ્કારનો તો તેનામાં છાંટોય નથી

school આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

આ આખી વાત કોઇ સ્ટોરીની જેમ મોબાઇલમાં રેકોર્ડ થઇ રહી હતી. હેતાલીને તો ખબર જ હતી કે આર્જવને કીસ કરે તેનું રીએકશન શુ છે તે રેકોર્ડ થઇ રહ્યું છે. પરંતુ તેને એ બીલકુલ ખ્યાલ ન હતો કે પોતાનો દિકરો આટલા પ્રેમથી તેમની લાગણીઓને સમજશે. કારણ કે આજની જનરેશનમાં બાળક સાત-આઠ વર્ષનું થાય એટલે સહેલાઇથી માતા-પિતાની આંગળી છોડીને એકલા દોડતા થઇ જાય છે. પોતાની દુનિયામાં મસ્ત રહેનારા બાળકોને જોઇને માતા-પિતાને પણ લાગે છે કે હશે તે બધુ તેની રીતે કરી લે છે. પરંતુ હકીકત બિલકુલ જુદી છે, સંતાન સતત પોતાના પેરેન્સની હુંફ ઝંખતા હોય છે. પરંતુ માતા-પિતા પાસે તેમની માટે સમય જ નથી હોતો. જેના કારણે જ બાળક કઇ વાત પર કેવુ રિએક્શન આપશે કે કોઇ વાતની તેમના બાળ માનસ પર કેવી અસર થાય છે, તેનો વિચાર તેઓ કરતા જ નથી. બસ નિયમિત જીવનના અનુભવ પરથી નક્કી કરી લે છે કે મારુ સંતાન ખુબ લાગણીશીલ છે કે પછી તેને તો પ્રેમની કદર જ નથી, અથવા તો અમારુ જોઇને પણ વડીલોનું સન્નમાન કરતા શીખતો નથી. આવા અનેક તારણો બાંધે છે અને અંતે પોતે જ કહે છે કે અમારું સંતાન થઇને કોના જેવો થયો છે તે ખબર જ નથી પડતી. અમારા સંસ્કારનો તો તેનામાં છાંટોય નથી. જો કે આ વાત ફાસ્ટ જનરેશનમાં પોતાના સંતાનોને સમય ના આપી શકતા પેરેન્સ વધારે કહેતા હોય છે.

વિદ્યાર્થિઓના મન સુધી પહોંચવાનો રસ્તો

picc આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

ઘણીવાર બાળકોની નાની અમથી ભુલ પર માતા-પિતા શાળાનો વાંક કાઢે છે, અને બાળકને કહે છે તમારી સ્કુલમાં આવુ બધુ શીખવે છે અમે તો તને સારુ શીખવવા મોકલીએ છીએ. તારા શિક્ષકો તને કશુ કહેતા નથી. પરંતુ તે સમયે આપણે ભુલી જઇઅ છીએ કે બાળકની પ્રથમ જવાબદારી માતા-પિતાની છે. હા તેમના ઘડતરમાં શાળાનો મહ્ત્વનો ભાગ હોય છે પરંતુ માત્ર શાળામાંથી જ બાળકમાં સંસ્કારોનું સિંચન થાય અને માતા-પિતાએ કશુ કરવુ જ ન પડે તે વાત યોગ્ય નથી. છતા અનેક શાળાઓ છે જે પોતાના વિદ્યાર્થિઓને સતત સમજવાના પ્રયાસ કરે છે. વિદ્યાર્થિ શું વિચારે છે. ભવિષ્યમાં શું બનવા ઇચ્છે છે કે પછી તેમનામાં કેવા પ્રકારની લાગણી છે, તે સમજવાનો પ્રયાસ અવનવા પ્રયોગો દ્ધારા કરે છે. આવી જ એક શાળા છે જે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવી છે જેનું નામ છે બ્લુ બેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ.

કહેવાય છે કે શાળાનો માહોલ બાળકોના ઘડતરમાં હંમેશા અગ્રેસર રહે છે. સાથે જ વિદ્યાર્થિઓને સમજી શકે તેવા શિક્ષકો, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટનો બાળકના ભવિષ્યને બ્રાઇટ બનાવવામાં મહત્વનો ફાળો હોય છે. બ્લુ બેલ શાળાના પ્રિન્સીપાલને વિચાર આવ્યો કે મારા બાળકો પોતના પરિવાર પ્રત્યે માતા-પિતા પ્રત્યે કેવી લાગણી ધરાવતા હશે. શાળા પુર્ણ થાય પછી કે રજાઓના દિવસોમાં તેમનો સમય કેવી રીતે પસાર કરતા હશે. લાગણીને વાચા આપવાની તેમની પરિભાષા કેવી હશે..? અને જો માતા-પિતા, પરિવાર તેમને અચાનક જ વ્હાલનો વરસાદ વરસાવે, લાડ લડાવે તો તેમનું રિએક્શન કેવુ હશે..? મારા વિદ્યાર્થિઓના દિલમાં કેવા ભાવ રહેલા છે. જેવા અનેક સવાલોના જવાબ જાણવાના હેતુસર પ્રિન્સીપાલે એક નવતર પ્રયોગ હાથ ધર્યો.

pp આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

આ રિસર્ચ માટે સ્કૂલના પ્રિન્સીપાલ દ્ધારા વોટ્સએપ પર મધર્સ ગ્રુપ બનાવવામાં આવ્યું જેમાં દરેક માતાને કહેવામાં આવ્યુ કે તમે પોતાના સંતાનને કોઇ પણ કારણ વગર વ્હાલ કરો, કીસ કરો, તેના ખોળામાં માથું મુકીને સુઇ જાવ, તેની સાથે વાતો કરો, કોઇ ગેમ રમો કે પછી કોઇ ફીલ્મી ગીત પર ડાન્સ કરો. અને આ દરેક મુવમેન્ટનો વિડિઓ બનાવો. પરંતુ તમે આ ખાસ ક્ષણનો વિડિઓ બનાવી રહ્યા છો અને તેમ કરવાનું શાળા દ્ધારા કહેવામાં આવ્યું છે, તેની જાણ તમારા બાળકો સાથે ન કરતા, બસ તેમનું રીએક્શન રેકોર્ડ કરજો.

બાળકો પ્રેમ અને લાગણીના ભુખ્યા હોય છે

સ્કૂલ દ્ધારા કહેવામાં આવતા દરેક માતાએ પોતાના બાળકો સાથે જુદી-જુદી રીતના વિડિઓ બનાવ્યા. કોઇ બાળકના ખોળામાં માથુ મુકીને સુઇ ગયા, તો કોઇ માતાએ પોતાના બાળકને પાછળથી આવીને હગ કર્યુ, તો વળી કોઇ માતાએ પોતાના બાળકના લલાટે વ્હાલ ભર્યુ ચુંબન કર્યુ. દરેક માતા પોતાના સંતાન સાથે ડાન્સ કરતી, તો કોઇ ગેમ રમતી જોવા મળી. એટલુ જ નહીં. માતાની સાથે સાથે આ વિડિઓમાં અત્યંત બીઝી રહેતા પપ્પાઓ પણ જોડાયા. પરિવારના વડીલો બધા સાથે મળીને એક નવી જ શરૂઆત કરી. આ તમામ વિડિઓ સ્કુલના વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યા ત્યારે તે જોતા એટલુ સ્પષ્ટ થઇ ગયુ કે બાળકો પ્રેમ અને લાગણીના ભુખ્યા હોય છે.

સારી અને હેલ્ધી શરઆત

shalini mahato આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

આ વીશે મંતવ્ય સાથે વાત કરતા શાળાના આચાર્ય શાલિની મહાતોએ કહ્યું કે, “અમારી શાળા બાળકોને તૈયાર કરવાની ફેક્ટરી નથી પરંતુ સાચા અર્થમાં માતા સરસ્વતીનું સ્થાન છે. મને લાગે છે કે વિદ્યાર્થિઓને ભણતરની સાથે ઘડતર આપવા માટે તેમને સમજવા જરૂરી છે. દરેક વિદ્યાર્થિઓમાં જુદા-જુદા પ્રકારની સમજ શક્તિ અને ગ્રહણ શક્તિ રહેલી છે. ઘણા વિદ્યાર્થિઓની આંખમાં જલ્દી આંસુ નથી આવતા અને ઘણા નાની અમથી વાતમાં પણ રડી પડતા હોય છે. પરંતુ આંસુના આધારે તેમની લાગણી ન સમજી શકાય. તો બીજી બાજુ વિદ્યાર્થિઓને સમજવા માટે એ જાણવું પણ જરૂરી છે કે તે શુ વિચારે છે. કારણ કે આજના બાળકોમાં આઇક્યુ વધારે છે અને ઇક્યુ ઓછો છે. એટલે કે બાળકો ઇમોશનલી વીક છે. તેમને સ્ટ્રોંગ બનાવવા માટે તેમની લાગણીઓને સમજવી પડશે. સાથે જ તેમને વિશ્વાસ અપાવો પડશે કે તે એકલા નથી. મોટા લોકો જે રીતે પોતાના એક્સપ્રેશન વ્યક્ત કરે છે તે રીતે ટીનેજર્સ કે નાના બાળકો નથી કરતા.”

વધુમાં શાલિનીબેન કહે છે કે “મોટાભાગે બાળકો પોતાની લાગણી વ્યક્ત કરતા હશે તો તેમના તરફ ધ્યાન પણ આપવામાં નથી આવતુ. માટે અમે વિચાર્યુ કે જ્યારે બાળકો પર માતા વ્હાલ વરસાવે ત્યારે તે કેવી રીતે રીએક્ટ કરતા હશે. તે શુ અનુભવતા હશે, તેમનામાં રહેલી માસુમીયત, લાગણી કેવી રીતે બહાર આવતી હશે. આવા અનેક વિચારો સાથે અમે આ પ્રયોગ કરવાનું વિચાર્યુ. પરિણામ ધાર્યા કરતા પણ ઘણું જ સારું આવ્યું. અમારા આ પ્રયોગના કારણે બાળકો પોતાની લાગણી સરળતાથી વ્યક્ત કરતા થયા, તો પેરેન્ટ્સને પણ આ પ્રયોગ ઘણો ગમ્યો છે. હવે તો મધર્સ પોતાના બાળકો સાથે જુદી-જુદી એક્ટીવીટી કરતા વિડિઓ અપલોડ કરે છે, જે એક સારી અને હેલ્ધી શરઆત છે.”

બાળકોને સમજવા માટેનું પ્રથમ પગથીયું

arti desai આ શાળા વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમની લાગણીને પણ આપે છે વાચા

જ્યારે કાઉન્સલીંગ સાયકોલોજીસ્ટ આરતી દેસાઇ મંતવ્ય સાથે વાત કરતા કહે છે કે, “બાળક અને માતા-પિતાના સંબંધો સ્ટ્રોંગ કરવાનું આ એક મહત્વનું પેરામીટર છે. પરંતુ માત્ર બાળકોની લાગણીને સમજવા કે તેમના વિચારો જાણવા માટે આટલુ જ કરવુ મહત્વનું નથી. કારણ કે દરેક ઉંમરે દરેક બાળકોમાં જુદી-જુદી ફિલીંગ્સ રહેલી છે. આ એક્ટીવીટીને રીલેશનશીપ બ્લીડીંગનો ફસ્ટ સ્ટેપ કહી શકાય. સાથે એ સમજવુ પણ જરૂરી છે કે આ સર્વે બેસીકલી એજ ગ્રુપમાં થયો છે. માતા દ્ધારા કરવામાં આવતી સરપ્રાઇઝ એક્ટીવીટી બાળકોને સારી જ લાગે છે. અને આ પ્રકારની એક્ટીવીટી એજ ગ્રુપના હિસાબે પણ એપ્લીકેબલ હોય છે જે આઇસ બ્રેકર તરીકે કામ કરે છે. શાળા દ્ધારા કરવામાં આવેલો આ પ્રયોગ બાળકોને સમજવા માટેનું પ્રથમ પગથીયું હતુ. હવે તેના આગળના સ્ટેપ તરીકે પેરેન્સે કઇંક એકસ્ટ્રા પણ કરવુ જોઇએ. જેમકે સંતાનો સાથે હેલ્ધી ડિસ્કશન, ટ્રાન્સફરન્સી, કોમ્યુનિકેશન ગેપ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઇએ.”

આજના બાળકોને કહેવુ જરૂરી કે તેઓ પરિવાર ખાસ છે

જ્યારે એમડી.સાયકીયાટ્રી ડો. નિરંજન પંડીત મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “વિદ્યાર્થિઓ સોથી વધુ સમય શાળામાં પોતાના શિક્ષકો સાથે પસાર કરે છે. જ્યારે આ રીતે સ્કૂલ દ્ધારા પોતાના વિદ્યાર્થિઓની માનસ સ્થિતીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તે ક ઉમદા કાર્ય છે. આજની જનરેશન નાની ઉંમરથી જ એકલતાથી પીડાતા હોય છે. મિત્રોના હોવાના કારણે, કે પછી શાળામાં શિક્ષકો તરફથી બરોબર રીતે એટેન્ડેન્સ ન મળતુ હોય કે પછી વારંવાર તેમને એકલા હોવાનો અહેસાસ કરાવવા જેવી ઘણી બાબતોના કારણે બાળકો પોતાની લાગણીને વ્યક્ત નથી કરી શકતા. માત્-પિતા પાસે પણ પોતાના બાળકો માટે એટલો સમય નથી હોતો કે તેમને સમજી શકે કે પછી અનકન્ડિશનલ લવ દર્શાવે. આવા સમયે આ પ્રકારની એક્ટીવીટી બાળકોમાં ચોક્કસથી નવી ઉર્જાનો સંચાર કરશે. આજના બાળકોને કહેવુ જરૂરી છે કે તેઓ પરિવાર માટે કેટલા ખાસ છે. સાથે જ આ પ્રકારના વિડિઓથી શાળા પોતાના વિદ્યાર્થિઓની મનોવ્યથા પણ જાણી શકશે.”

હવે તો મોટભાગની શાળાઓમાં વિદ્યાર્થિઓના કાઉન્સેલિંગ માટે ડોક્ટરોની નિમણૂંક કરેલી હોય છે. પરંતુ શાળાઓમાં આ હોદ્દા અને હોદ્દા પર રહેલી વ્યક્તિની કેટલી સેવા લેવામાં આવે છે તે તો જે તે શાળાઓને જ ખબર. પરંતુ જો બ્લુબેલ શાળાની જેમ જ ભલે નાનકડી પણ શરૂઆત તમામ શાળાઓ કરે અને પોતાના વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવાની સાથે તેમના મનનો પણ અભ્યાસ કરે તો નાની ઉંમરે બાળકોમાં જે ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે તેમાં ચોક્કસ ઘટાડો થશે.