IND vs SA/ ભારત અને દ.આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદનાં કારણે ધોવાયો, જાણો આજે કેવુ રહશે વાતાવરણ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનનાં સુપરસ્પોર્ટ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનાં બીજા દિવસની રમત વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.

Sports
બીજા દિવસે વરસાદ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનનાં સુપરસ્પોર્ટ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનાં બીજા દિવસની રમત વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. સતત વરસાદ અને ભીના મેદાનને કારણે બીજા દિવસની રમત રદ્દ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Ashes series / ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની શરમજનક હાર, સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે 3-0 ની મેળવી લીડ

આપને જણાવી દઇએ કે, બીજા દિવસે એક પણ બોલ ફેંકાયો ન હતો. સવારથી જ અહી હળવો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ બપોર સુધીમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. બે વાર વરસાદ પડવાનું બંધ થઈ ગયું અને જ્યારે એમ્પાયર્સે મેદાનનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું, ત્યારે નિરીક્ષણનાં સમય પહેલા જ બન્ને પ્રસંગોએ વરસાદ પડ્યો અને એમ્પાયર્સે બીજા દિવસની રમત રદ કરી. સેન્ચુરિયન ટેસ્ટનાં બીજા દિવસે અવિરત વરસાદ બાદ ત્રીજા દિવસે હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર સેન્ચુરિયનમાં મંગળવારે વરસાદ નહીં પડે. રિપોર્ટ અનુસાર સેન્ચુરિયનમાં સોમવાર રાત સુધી ભારે વરસાદ પડ્યો, પરંતુ મંગળવારે આકાશ સ્વચ્છ રહેવાની આશા છે અને વરસાદ નહીં પડે. જો વધુ વરસાદ થશે તો બેટિંગ કરવી મુશ્કેલ બનશે. આજે એટલે કે મંગળવારે, મેચનાં ત્રીજા દિવસે, રમત તેના નિર્ધારિત સમયે શરૂ થશે અને ત્રીજા સત્રમાં વધારાનાં અડધા કલાકની રમત થશે. પહેલા દિવસે ભારતનો સ્કોર 272/3 હતો. કેએલ રાહુલ 122 અને અજિંક્ય રહાણે 40 રને અણનમ છે.

આ પણ વાંચો – Cricket / ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર આ ખેલાડી તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત થયો સ્ટમ્પ આઉટ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની રમતનાં અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 272 રન હતો. ઓપનર લોકેશ રાહુલ 248 બોલમાં 122 જ્યારે અજિંક્ય રહાણે 81 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો હતો. રાહુલે અત્યાર સુધીમાં 17 ચોક્કા અને એક છક્કા જ્યારે રહાણેએ આઠ ચોક્કા ફટકાર્યા છે. તેના સિવાય ઓપનર મયંક અગ્રવાલે 60 રન, કેપ્ટન વિરાટ કોહલીએ 35 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એન્ગિડીએ 45 રનમાં ત્રણેય વિકેટ લીધી હતી.