Stock Market/ શેરબજારમાં સપ્તાહના બીજો દિવસ રોકાણકારો માટે નિરાશાજનક, સ્મોલકેપ અને મિડકેપ શેરોએ મચાવી ધમાલ

આજે મંગળવારનો દિવસ  ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે. સેબી ચીફના નિવેદન બાદ આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી.

Top Stories Business
Stock market શેરબજારમાં સપ્તાહના બીજો દિવસ રોકાણકારો માટે નિરાશાજનક, સ્મોલકેપ અને મિડકેપ શેરોએ મચાવી ધમાલ

આજે મંગળવારનો દિવસ  ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે. સેબી ચીફના નિવેદન બાદ આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સરકારી બેંકો અને સરકારી PSU શેર્સમાં મજબૂત પ્રોફિટ બુકિંગ હતું જેના કારણે બજારનો મૂડ બગડ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 165 પોઈન્ટના ઉછાળા સાથે 73,667 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી માત્ર 3 પોઈન્ટના વધારા સાથે 22,335 પોઈન્ટ પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા છે. પરંતુ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં ભારે ઘટાડાથી બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડીમાં મોટો ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 385.57 લાખ કરોડ થયું હતું જે અગાઉના સત્રમાં રૂ. 389.60 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 4.03 લાખ કરોડનું નુકસાન થયું છે.

આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોને ઘટાડાનો સૌથી મોટો ફટકો પડ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 687 પોઈન્ટ અથવા 1.41 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 305 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી નેક્સ્ટ 50 933 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સેક્ટરમાં એફએમસીજી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર શેરો નુકસાન સાથે બંધ થયા છે.

આજના ટ્રેડિંગમાં, HDFC બેંકે બજારને મોટા ઘટાડાને જોવાથી બચાવ્યું અને તેનો શેર 2.30 ટકાના વધારા સાથે બંધ થયો. આ સિવાય TCS 1.69 ટકા, મારુતિ સુઝુકી 0.92 ટકા, ઇન્ફોસિસ 0.80 ટકા, રિલાયન્સ 0.65 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે SBI 1.82 ટકા, ITC 1.26 ટકા ઘટીને બંધ રહ્યો હતો.