વાયરસ/ કોરોનાની બીજી લહેરમાં ટ્રિયલ મ્યુટન્ટ જોખમી વાયરસનો વાયરો

બ્રિટન અને બ્રાઝિલ પછી હવે ભારતમાં ડબલ મ્યુટન્ટ્સના કેસો સામે આવ્યા હતા

India

કોરોના કાળએ ફરી એકવાર ડોકયુ કરતા સમગ્ર દેશમાં હાહાકાર થઇ ગયો છે. હવે ટ્રિપલ મ્યુટ્ન્ટ વાયરસના કેસો બહાર આવી રહ્યા છે. આવા કેસો મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મત પ્રમાણે આ વાયરસ વધુ જોખમી છે.

વર્તમાન સમયમાં દેશ મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ત્યાં આ ટ્રીપલ મ્યુટ્ન્ટની વાત ચીંતાનો વિષય બની ગયો છે.  નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ અગાઉના મ્યુટન્ટ્સ કરતા આ મ્યુટન્ટ વધુ ઘાતક છે.

બ્રિટન અને બ્રાઝિલ પછી હવે ભારતમાં ડબલ મ્યુટન્ટ્સના કેસો સામે આવ્યા હતા. જ્યારે હવે રાજ્યમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં ટ્રીપલ મ્યુટન્ટ્સ જોવા મળી રહ્યા છે. એટલે કે,  કોવિડ -19 વાયરસના આરએનએમાં ત્રણ પ્રકારના ફેરફારો થયા છે. વૈજ્ઞાનિકોના મત મુજબ, આ એક ચિંતાનો વિષય છે. કારણ કે, ટ્રીપલ મ્યુટન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તે નાક અને મોંમાંથી ફેફસાંમાં સીધો પ્રવેશે છે અને તે ફેફસાને ચેપ લગાવે છે.  જ્યાં સુધી દર્દીને ખબર પડે  કે તેને ચેપ લાગ્યો છે ત્યાં સુધી સ્થિતિ વધુ ખરાબ થઈ ચૂકી હોય છે.

અગાઉનો કોવિડ -19 વાયરસ આ વખત જેટલો જીવલેણ નહોતો અને તેનો ફેલાવો પમ ખૂબ ઝડપથી થતો નહોતો. પરંતુ બીજી તરંગ દરમિયાન તે વધુ જોખમી છે અને તે વધુ લોકોને સંક્રમિત કરે છે. ડબલ અને ટ્રીપલ મ્યુટન્ટથી સમગ્ર વિશ્વમાં લોકોને અસર થઈ છે. હવે  ભારતમાં પણ ટ્રીપલ મ્યુટન્ટ્સ મળી આવ્યા છે.

જો કે આ સંદર્ભે ડોક્ટરોની સલાહ છે કે કોઇ પણ વ્યક્તિએ ગભરાયા વીના સમયસર સારવાર લઇ લેવી જરૃરી છે.