ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ
અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય અને પોલીસ મુકપ્રેક્ષક બની હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.શહેરમાં શનિવારે રાતના સમયે પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર રસ્તા ઉપર આવેલા સિલિકોન વેલી કોમ્પલેક્સમાં એક સાથે સાત દુકાનોનાં તાળા તૂટયા હતા મહત્વનું છે કે રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઈસમ દુકાનના તાળા તોડતો હતો.અને એક વકીલની ઓફિસમાં ઘૂસી રોકડ રકમ ૩૦ હજારની ચોરી કરી હતી અને અન્ય દુકાનોમાં રોકડ અને કીમતી વસ્તુઓની શોધ કરી હતી.
મહત્વનું છે કે હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ હોવા છતાં તેમ જ ફૂટેજમાં ટોપી પહેરેલો યુવક દેખાતો હોવા છતાં પણ પોલીસની કામગીરી નિષ્ક્રિય હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે..હાલમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઇ રજા ઉપર હોવાથી તેઓનો ચાર્જ આનંદનગર પી.આઈ એ.એસ રોયને આપવામાં આવ્યો છે ત્યારે ઇન્ચાર્જ પીઆઇની નાઈટ ડ્યુટી હતી તે જ રાત્રે તસ્કરે તરખાટ મચાવ્યો હોવા છતાં પણ પોલીસ હજુ સુધી ચોર સુધી પહોંચી શકી નથી…
મહત્વનું છે કે શિવરંજની ચાર રસ્તા ઉપર શિવરંજની ટ્રાફિક પોલીસ ચોકી આવેલી છે તેમજ અનેક સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં પણ ચોરે ત્રણ કલાકથી વધુ સમય અલગ અલગ દુકાનોમાં વિતાવ્યો હતો અને સાડા ત્રણ કલાક જેટલા સમય બાદ તે દુકાનોમાં થી નીકળીને ફરાર થઈ ગયો હતો. છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. ત્યારે નાઈટ ડ્યુટી કરતા અધિકારીઓ કઈ કામગીરીમાં વ્યસ્ત હતા તે સવાલ ઉભો થયો છે.ત્યારે આ સમગ્ર મામલે વકીલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે આરોપીની શોધખોળ શરૂ કરી છે….
