Not Set/ વડોદરામાં 3 કલાક સુધી પિતાને શોધતો રહ્યો પુત્ર, અંતે બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

રાજ્યમાં કોરોના તેનો કાળો કેર વરસાવી રહ્યો છે. કોરોના સંક્રમિત લોકોની સાથે સાથે આ મહામારીથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા પણ વધી છે. આટલું જ નહીં,

Gujarat Vadodara
A 140 વડોદરામાં 3 કલાક સુધી પિતાને શોધતો રહ્યો પુત્ર, અંતે બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

રાજ્યમાં કોરોના તેનો કાળો કેર વરસાવી રહ્યો છે. કોરોના સંક્રમિત લોકોની સાથે સાથે આ મહામારીથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા પણ વધી છે. આટલું જ નહીં, પણ રાજ્યમાં કોરોનાને લઈને હોસ્પિટલની બેદરકારી પણ સતત સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. આ ઘટના વડોદરામાં સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરની છે. જ્યાં દાખલ એક દર્દીનું બાથરૂમમાં મોત થઈ ગયુ હતુ જે અંગે સ્ટાફને ખબર પડતાં દરવાજો તોડી મૃતદેહ બહાર કઢાયો હતો.

બીજી તરફ કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ પિતા નહી મળતા મૃતકના પુત્ર એ ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ પિતા બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું તબીબોએ જણાવતા પુત્રે તબીબી સ્ટાફ સામે બળાપો ઠાલવ્યો હતો.

આ પણ વાંચો :હોસ્પિટલમાં 2 દિવસ પડ્યો રહ્યો મૃતદેહ, કોરોનાથી મોત થતા પરિવારજનો મુકીની ફરાર

આ મામલે મળતી માહિતી અનુસાર, હરણી રોડ વિજયનગરમાં રહેતા 70 વર્ષના સતીષભાઈ ભાટીયાને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ થતા સયાજી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ કરાયા હતા. જોકે સતિષભાઈ બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવતા પુત્ર ગોકુલે હોસ્પિટલના તંત્ર સામે આક્ષેપ કર્યા હતા .તેઓના પુત્ર ગોકુલના જણાવ્યા અનુસાર ગઈકાલે રાતથી પિતાને ફોન કરતા તેમનો સંપર્ક થયો નહતો. તેથી સવારે કોવિડ કેર સેન્ટરમાં જઇ ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી. ત્રણ કલાક બાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તમારી સાથે પિતા બાબતે વાત કરવાની છે. તેથી તેઓ છઠ્ઠા માળે પહોંચતા તબીબોએ તેમને જણાવ્યું હતું કે તેમના પિતા રાતે બાથરૂમમાં ગયા હતા જ્યાં એટેકથી તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન : સરખેજ આશ્રમ ખાતે સવારે 9.30 સુધી દર્શનાર્થે રખાશે પાર્થિવદેહ

પુત્ર ગોકુલે તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે મારા પિતા રાતે  ગયા હતા અને તેમનું મોત ક્યારે થયું તેના વિશે તબીબો કઈ જ જણાવતા નથી. સતિષભાઈ સવારે બાથરૂમમાં ગયા હતા અને સતત બે કલાક સુધી તે બહાર નહી આવતા બાજુના બેડ પરના દર્દીએ આ અંગે સ્ટાફને જણાવ્યું હતું. સ્ટાફે બાથરૂમનું બારણું તોડી જોતા તેઓ મૃત હાલતમાં મળ્યા હતા.

આ પણ વાંચો : શહેરના તમામ સ્મશાનગૃહ ફૂલ થતા હવે અંતિમક્રિયા માટે સ્વજનોનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ