અમદાવાદ/ લો બોલો!! આ છે દેશનું ભવિષ્ય? નબીરાઓનો હાથમાં તલવાર સાથેનો વીડિયો વાયરલ

કથિત રીતે અમદાવાદ શહેરનાં જુહાપુર વિસ્તારમાં નબીરાઓનો સરેઆમ હાથમાં તલવારો સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Ahmedabad Gujarat
cricket 67 લો બોલો!! આ છે દેશનું ભવિષ્ય? નબીરાઓનો હાથમાં તલવાર સાથેનો વીડિયો વાયરલ
  • અમદાવાદ જુહાપુરાના નબીરાનો વીડિયો વાયરલ
  • ચાલુ કારમાં હાથમાં તલવાર સાથેનો વીડિયો
  • સફ્ફાન ભાટી નામના નબીરાનો વીડિયો વાયરલ
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
  • મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

કથિત રીતે અમદાવાદ શહેરનાં જુહાપુર વિસ્તારમાં નબીરાઓનો સરેઆમ હાથમાં તલવારો સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટપણે જોઇ શકો છો કે, એક શખ્સ ચાલુ કારમાં હાથમાં તલવાર લઇને બેઠો છે. આ ઉપરાંત એક ગ્રુપ વીડિયો પણ સામે આવ્યો છે, જેમા ઘણા બધા લોકો એકસાથે જોવા મળી રહ્યા છે. વળી આ લોકોમાં એવા લોકો પણ છે કે જેમના હાથમાં તલવાર જોવા મળી રહી છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

કોરોના ટેસ્ટીંગ / સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો હાલમાં ખૂબ દેખાઇ રહ્યો છે અને શેર પણ કરવામા આવી રહ્યો છે. કથિતિ રીતે આ વીડિયોમાં જે શખ્સ છે તેનુ નામ સફ્ફાન ભાટી કહેવામા આવી રહ્યુ છે.

જો કે આ વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ