ગુજરાત/ ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત

એક તરફ ક્રિકેટમાં જ્યા વિરાટ સેનાએ ઈંગ્લેન્ડમાં ધબડકો વાળ્યો ત્યા બીજી તરફ ભાવિના પટેલે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ લખ્યો છે.

Top Stories Gujarat Others
ભાવિના
  • ભાવિના પટેલને રાજ્ય સરકાર તરફથી ઇનામની જાહેરાત,
  • ભાવિનાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડનું ઇનામ અપાશે,
  • રમતગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત,
  • ભાવિનાએ પેરાલિમ્પિકમાં મેળવ્યો સિલ્વર મેડલ,
  • ટેબલટેનિસ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ

એક તરફ ક્રિકેટમાં જ્યા વિરાટ સેનાએ ઈંગ્લેન્ડમાં ધબડકો વાળ્યો ત્યા બીજી તરફ ભાવિના પટેલે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ લખ્યો છે. તેણે ટેબલ ટેનિસ સ્પર્ધાની મહિલા સિંગલ્સ સ્પર્ધામાં આ સિદ્ધિ નોંધાવી છે. જણાવી દઇએ કે, આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા પણ બની ગઇ છે. ભાવિનાનાં સિલ્વર મેડલ જીત્યા બાદ તેને દિગ્ગજ નેતાઓએ શુભકામનાઓ પાઠવી છે. વળી બીજી તરફ ગુજરાત સરકારે તો તેને ઇનામ આપવાની જાહેરાત પણ કરી દીધી છે.

1 296 ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત

આ પણ વાંચો – શુભેચ્છા / ભાવિના પટેલની ઐતિહાસિક જીત પર PM મોદીએ પાઠવી શુભકામનાઓ

આપને જણાવી દઇએ કે, ભાવિનાનાં શાનદાર પ્રદર્શનનાં કારણે ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. જે અત્યાર સુધીની પેરાલિમ્પિક્સમાં પ્રથમ છે. આ શાનદાર જીત મેળવ્યા બાદ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને શુભકામનાઓ પાઠવી છે. વળી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાવિનાનાં પ્રદર્શનને પ્રેરણાદાયી બતાવતા તેને શુભકામનાઓ પાઠવી છે. ભાવિનાની માતૃભૂમિ ગુજરાતની વાત કરીએ તો અહી તેના સિલ્વર મેડલ જીત્યા બાદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિનાનાં આ ખાસ જીત બદલ ગુજરાત સરકારે તેને ઇનામ આપવાની જાહેરાત પણ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, ભાવિનાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડનું ઇનામ આપવામાં આવશે. રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે આ જાહેરાત કરી હતી.

1 297 ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત

આ પણ વાંચો – Tokyo Paralympics / ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video

ભાવિનાનું કહેવુ છે કે, “હું ખૂબ જ ખુશ છું કે પેરાલિમ્પિક્સમાં પ્રથમ વખત, એક ભારતીય મહિલાએ પેરા ટેબલ ટેનિસમાં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. હું કોચનો આભાર માનું છું. મારા સંબંધીઓએ મને ખૂબ પ્રેરણા આપી છે,”  ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “હું આ મેડલ મારા તમામ ચાહકો અને તમામ દેશવાસીઓને સમર્પિત કરવા માંગુ છું. તેમના સમર્થનથી હું અહીં સુધી પહોંચી શકી છુ.”