PM Narendra Modi's birthday/ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ સેવા પખવાડિયાની ઉજવણી કરશે!જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમ્યાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

Top Stories Gujarat
10 2 5 PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ સેવા પખવાડિયાની ઉજવણી કરશે!જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમ્યાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા પખવાડિયા દરમિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. આ સેવા પખવાડિયાના કાર્યક્રમો બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 દેશ સહિત વિદેશમાં પણ સૌથી લોકપ્રિય નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉભરી આવ્યા છે. તેમના જન્મ દિવસે તેમના ચાહકો કંઇક  વિશેષ કરતા હોય છે. પ્રદેશ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને દર વર્ષેની જેમ આ વર્ષે પણ યાદગાર બનાવવા માટે સ્પેશિયલ આયોજન કર્યું છે. પખવાડિયા સુધી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. પખવાડિયા દરમિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે.