ધોધમાર વરસાદ/ અમદાવાદમાં ભારે વરસાદના લીધે ઐતિહાસિક રાયખડ દરવાજાના પગથિયાં તૂટ્યા

દરવાજા નીચે બનાવેલી બેઠક વ્યવસ્થા ઉપર પગથિયાનું ભાગ ધરાશાયી થયો છે. જોકે, દરવાજાનું વર્ષો જૂનું બાંધકામ હજી પણ અડીખમ છે. થોડા સમય પહેલા જ પગથિયાના લેવલિંગનું કામ થયું હતું

Top Stories Gujarat
5 33 અમદાવાદમાં ભારે વરસાદના લીધે ઐતિહાસિક રાયખડ દરવાજાના પગથિયાં તૂટ્યા

ગુજરાતમાં ચોમાસુ વિધિસર બેસી હગયું છે, છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં  અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે,જેના લીધે લોકોને બારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગઇકાલે  અમદાવાદમાં  મુશળધાર વરસાદ  પડ્યો હતો, સાંજથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ અતિ ભારે વરસાદથી રાયખડ દરવાજાના પગથિયા ધરાશાયી થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે રાયખડ દરવાજાના પગથિયાં ધરાશાયી થઈ છે. પુન નિર્માણ  હેઠળ ઉભી કરેલી દીવાલ ભારે વરસાદમાં તૂટી પડી હતી. જોકે, ઘટના મોડી રાત્રે બનતા જાનહાનિ થઇ ન  હતી. મૂળ દરવાજા નીચે બનાવેલી બેઠક વ્યવસ્થા ઉપર પગથિયાનું ભાગ ધરાશાયી થયો છે. જોકે, દરવાજાનું વર્ષો જૂનું બાંધકામ હજી પણ અડીખમ છે. થોડા સમય પહેલા જ પગથિયાના લેવલિંગનું કામ થયું હતું

નોંધનીય છે કે ગઇરકાલથી સવાર સુધી ભારે વરસાદ પડ્યો હતો,શહેરમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ અને પૂર્વ વિસ્તારમાં 5.20 ઇંચ વરસાદ પડ્યો. પશ્ચિમ ઝોનમાં 3.37 ઇંચ તેમજ ઉત્તર પશ્ચિમમાં 2.90 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.92 ઇંચ, મધ્ય ઝોનમાં 3.32 ઇંચ અને ઉત્તર ઝોનમાં 3.30 ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ વચ્ચે પાણી ભરાયા છે.