Not Set/ પાક સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આજીવન રાજનીતિ નહિ કરી શકે નવાજ શરીફ

પાકિસ્તાનના સુપ્રીમકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પાકિસ્તાનના અપદસ્થ પ્રધાનમંત્રી નવાજ શરીફ જીવનભર કોઈ સાર્વજનિક પદ પર આસીન નહિ થઇ શકે. “ધ ડોન” ના ખબર પ્રમાણે પાંચ ન્યાયાધીશોની બેઠકની પીઠે સર્વમતે પોતાના ચુકાદામાં બંધારણ જોગવાઈઓ સમજાવીને, શુક્રવારે જાહેર કર્યું હતું કોઈ પણ જાહેર કાર્યાલયમાં કાર્યકારી વ્યક્તિને જીવન માટે અયોગ્ય ગણવામાં આવિ શકે છે. બંધારણના અનુચ્છેદ 62 (1) […]

World
gettyimages 609521492 પાક સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આજીવન રાજનીતિ નહિ કરી શકે નવાજ શરીફ

પાકિસ્તાનના સુપ્રીમકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પાકિસ્તાનના અપદસ્થ પ્રધાનમંત્રી નવાજ શરીફ જીવનભર કોઈ સાર્વજનિક પદ પર આસીન નહિ થઇ શકે. “ધ ડોન” ના ખબર પ્રમાણે પાંચ ન્યાયાધીશોની બેઠકની પીઠે સર્વમતે પોતાના ચુકાદામાં બંધારણ જોગવાઈઓ સમજાવીને, શુક્રવારે જાહેર કર્યું હતું કોઈ પણ જાહેર કાર્યાલયમાં કાર્યકારી વ્યક્તિને જીવન માટે અયોગ્ય ગણવામાં આવિ શકે છે.

બંધારણના અનુચ્છેદ 62 (1) (એફ) અંતર્ગત

 

જાહેર કચેરીમાંની એક વ્યક્તિને ચોક્કસ શરતો અનુસાર ગેરલાયક ઠરાવવામાં આવે છે, પરંતુ ગેરલાયકાતનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો નથી.

અનુચ્છેદ 62 અંતર્ગત જ 68 વર્ષીય શરીફને 28 જુલાઈ, 2017 માં પાનામા પેપર્સ મામલામાં યોગ્ય માનવામાં આવ્યા છે. ત્યાર બાદ ઉચ્ચતમ ન્યાયાલયની એક પીઠે ગત વર્ષે 15 ડીસેમ્બરે આ જોગવાઈ હેઠળ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા જહાંગીર તરીનને યોગ્ય ઠરાવવામાં આવ્યા હતા.

ન્યાયમૂર્તિ ઉમર અતા બન્દીયાલના ફેસ્લામાં કહેવા આવ્યું હતું કે ભવિષ્યમાં કોઈ સાંસદ અથવા લોક સેવકને જો અનુચ્છેદ 62 અંતર્ગત યોગ્ય ઠેરવવામાં આવે તો તેમના પર આ પ્રતિબંધ કાયમી હશે. આવા લોકો ચૂંટણીમાં ભાગ લેશે નહીં અને તે સંસદના સભ્ય બનશે નહીં.