Not Set/ આરે કેસ પર સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટીકરણ, મેટ્રો પ્રોઝેક્ટ પર સ્ટે નહી

મુંબઇની આરે કોલોનીમાં મેટ્રોનાં કામ માટે વૃક્ષો કાપવાના વિવાદ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડનાં પ્રોજેક્ટ પર કોઈ રોક લગાવવામાં આવી નથી. ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું છે કે, પ્રોજેક્ટ દ્વારા થતાં નુકસાનનાં બદલામાં કેટલા વૃક્ષોને રોપવામાં આવ્યા છે અને કેટલા વૃક્ષો વાવ્યા છે તે અંગે એમએમઆરસીએલે કોર્ટમાં રિપોર્ટ […]

Top Stories India
aareyy આરે કેસ પર સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટીકરણ, મેટ્રો પ્રોઝેક્ટ પર સ્ટે નહી

મુંબઇની આરે કોલોનીમાં મેટ્રોનાં કામ માટે વૃક્ષો કાપવાના વિવાદ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડનાં પ્રોજેક્ટ પર કોઈ રોક લગાવવામાં આવી નથી.

aarey આરે કેસ પર સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટીકરણ, મેટ્રો પ્રોઝેક્ટ પર સ્ટે નહી

ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું છે કે, પ્રોજેક્ટ દ્વારા થતાં નુકસાનનાં બદલામાં કેટલા વૃક્ષોને રોપવામાં આવ્યા છે અને કેટલા વૃક્ષો વાવ્યા છે તે અંગે એમએમઆરસીએલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવી પડશે. હવે આ કેસમાં આગામી સુનાવણી 15 નવેમ્બરનાં રોજ થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે કેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે? કેટલા નવા છોડ રોપાયા? તેમાંથી કેટલા છોડ બાકી છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફોટોગ્રાફ્સ પણ કોર્ટને બતાવવામાં આવે. કોર્ટે મેટ્રો અને મુંબઇ કોર્પોરેશનને પૂછ્યું છે કે શું આ વિસ્તારમાં કોઈ વ્યવસાયિક પ્રોજેક્ટ પણ સૂચિત છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત આ વિસ્તારને નહીં પરંતુ આખા ક્ષેત્રને જોવા માંગીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે વિરોધ ઘણો જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, આ જ મહિનામાં મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગ અને ન્યાયાધીશ ભારતી ડાંગરેની ખંડપીઠે પણ ચુકાદાને પડકારતા શિવસેનાનાં કાઉન્સિલર યશવંત જાધવને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જાધવ પોતે બીએમસીનાં ટ્રી ઓથોરિટીનાં સભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.