મંદી/ મુખવાસની મીઠાસ વેરાઇ – કોરોનાએ આને પણ નથી છોડ્યા…

અતિથિ દેવો ભવ એટલે કે લગ્ન પ્રસંગ સિવાય પણ ઘરે આવતા તમામ મહેમાનોને આપણા શાસ્ત્રોમાં ભગવાનનો દરજ્જો આપીને સ્વગત કરવામાં આવતું હોય છે.

Gujarat Others
mukhawas mandi મુખવાસની મીઠાસ વેરાઇ - કોરોનાએ આને પણ નથી છોડ્યા...

અતિથિ દેવો ભવ એટલે કે લગ્ન પ્રસંગ સિવાય પણ ઘરે આવતા તમામ મહેમાનોને આપણા શાસ્ત્રોમાં ભગવાનનો દરજ્જો આપીને સ્વગત કરવામાં આવતું હોય છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ્ ભગવાન એવી પરંપરા છે. ચા તો પીવો તેવા આગ્રહથી શરૂ થયેલી વાતો છેક લો મુખવાસ લો સુધી અટકતી હોય છે. ખાસ કરીને નવા વર્ષમાં મુખવાસનું મહત્વ વધુ હોય છે. નવા વરસે ઘરે અવ્યા હોય એટલે મોઢુ તો મીઠું કરવું જ પડે હો…..

દિવાળીમાં અવનવી મીઠાઈ અને ફરસાનની સાથે સાથે મુખવાસનું પણ આગવું મહત્વ રહેલું હોય છે. એટલે જ દિવાળીની ખરીદીના લિસ્ટમાં મુખવાસની ખરીદી પહેલા સામેલ હોય છે. પરંતુ આ વર્ષે જાણે કે કોરોનાએ તમામ રોજગાર ધંધા ઉપર તરાપ મારી હોય તેવી જ રીતે મુખવાસના રોજગાર પર પણ કોરોનાની માઠી અસર જોવા મળી છે.

આ વર્ષે કોરોના કાળમાં પણ મુખવાસના વેપારીઓએ વિવિધ અવનવી વેરાઈટીના મુખવાસ ગોઠવી દીધા છે. પરંતુ ગ્રાહકો જાણે કે આ વર્ષે બેરોજગારી અને નાણાંની અછત હોવાથી જાણે કે વિચારી વિચારીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. દર વર્ષે લોકો મન મુકીને અવનવા મુખવાસની પણ ખરીદી કરતા હોય છે. પરંતુ આ વર્ષે જાણે કે લોકોએ મુખવાસ ખરીદવામાં કચાસ કરી છે. લોકો પહેલા કરતા ખુબજ ઓછા પ્રમાણમાં આ વર્ષે મુખવાસની ખરીદી કરી રહ્યા છે.

રાજા રજવાડાઓના જમાનાઓથી ચાલતી આવતી મુખવાસની પરંપરા જૂની છે. પરંતુ આ વર્ષે મોંઘેરા એવા મુખવાસ બજારમાં ગ્રાહકોની અવર જવર ઓછી જોવા મળી હતી. 

આહીં જુઓ આ ખાસ અહેવાલ  –  મુખવાસની મીઠાશ વેરાઈ