Ahmedabad/ ઘુમાની 2 હજાર કરોડની જમીનનાં તાબેદાર મહંતનું થયું અપહરણ, પછી થયું આવું

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો કાયમી વિષય તરીખે જોવામાં આવતા અમદાવાદ શહેરનાં ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મંહતના અપરણની બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થ

Ahmedabad Gujarat
mahant ઘુમાની 2 હજાર કરોડની જમીનનાં તાબેદાર મહંતનું થયું અપહરણ, પછી થયું આવું

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો કાયમી વિષય તરીખે જોવામાં આવતા અમદાવાદ શહેરનાં ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મંહતના અપરણની બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, શહેરનાં ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમ પાસે અને ખાસ કરીને આશ્રમનાં મહંતનાં તાબામાં 35 વિઘા જમીન હોય અને તેની કિંમત આશરે 2 હજાર કરોડની આસપાસ ગણવામાં આવતી હોય, ઉપરાંત જમીન મેળવી લેવા અનેક ભૂમાફિયા સહિતની લોબી સક્રિય હોય. વળી લાંબા સમયથી જમીનનો વિવાદ ચલતો હોય અનેક લોકો ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મંહત પાસેથી જમીન લખાવી લેવા માટે દોડઘામ કરી રહ્યાની શહેરમાં ઠેરઠેર ચર્ચા છેય

ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મંહત કૃપા શંકરનાં અપહરણની ફરિયાદનાં બનાવમાં સાંજે 5 વાગ્યાની આસપાસ અપહરણ થયાંની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કોઇ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયાની આશંકા હતી. ફરિયાદ અને ઘટનાને પગલે બોપલ પોલિસ સ્ટેશનમાં લોકોના ટોળા એકત્ર થઇ જતા વાતાવરણ થોડું તંગ બન્યુ હતું. કિંમતી જમીન તાબામાં હોવાનાં કારણે ગામનાં લોકો અને સમાજના લોકોમાં ગાદીપતિને મારી નાંખવાનો ભય જોવામાં આવતો હોવાનાં કારણે મહંત ગુમ થયાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જઇ ગઇ હતી.

વસ્તુ સ્થિતિનો ઘાટ પામી જતા અને મામલાની ગંભીરતા ધ્યાને રાખી પોલીસ તુરંત એક્શનમાં આવી ગઇ હતી અને Dy.SP કે.ટી.કામરિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહંત ગુમ થયાની અરજીનાં આધારે બોપલ પોલીસે તપાસનો દોર શરુ કર્યો અને ગણતરીનાં કલાકોમાં જ મહંતને શોધી કાઢ્યા હતા.

આપને જણાવી દઇએ કે, બોપલ પોલીસ દ્વારા સધન તપાસમાં મહંતને સીસીટીવીના આધારે શીલજથી શોધી કાઢવામાં આવ્યા હતા. કદાચ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કે અરજી થઇ છે અને પોલીસ મહંતનું પગેરુ શોધી રહી છે તેવી ગંધ આવી જતા અપહરણકારો મહંતને શીલજ સર્કલ પર છોડીને ભાગી ગયા હતા. ગ્રામ્ય SOG અને બોપલ પોલીસે અંતે મહંતને શોધી કાઢ્યા અને પોલીસ સ્ટેશન લાવી મહંતની પુછપરછ શરૂ કરી હતી જેથી અપહરણકારો સુધી પહોંચી શકાય.

શહેરનાં ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમ પાસે અને ખાસ કરીને આશ્રમનાં મહંતનાં તાબામાં 35 વિઘા જમીન હોય અને તેની કિંમત આશરે 2 હજાર કરોડની આસપાસ ગણવામાં આવતી હોય, સૂત્રોની માહિતી પ્રમાણે અનેક લોકો આ જમીન લેવા કે પડાવી લેવા માટે સક્રિય હોય, જો ચોક્કસ દિશામાં પોલીસ તપાસ કરવામાં આવે તો આ મામલે અનેક મોટા માથીની સંડોવણી સામે આવી શકે છે તેવી આશંકા પણ સેવવામાં આવી રહી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…