Not Set/ દેશમાં કોરોનાની અતિ ભયંકર સ્થિતી 1.34 લાખ નવા કેસો

દેશમાં દર સો વ્યક્તિમાંથી નવ કોરોના પોઝીટીવ મળી રહ્યા છે

India
Untitled 77 દેશમાં કોરોનાની અતિ ભયંકર સ્થિતી 1.34 લાખ નવા કેસો

દેશમાં કોરોનાએ માઝા મુકી છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે દેશની હાલત કોરોનાના કારણે ખુબજ ગંભીર છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.34 લાખ નવા કેસો નોંધાયા છે જેમાં એક્ટિવ કેસ પોણાદસ લાખ નોંધાયા છે. જ્યારે 700 લોકોના મૃત્યુ થયા છે.

રસીકરણ અંગે આંકડા મુજબ ગઇકાલે રાત્રે 8 વાગ્યા સુધી 34 લાખ 73 હજાર 83 ડોઝ આપવામાં

મહારાષ્ટ્રમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતી છે. પ્રતિદીન 50 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં 56286 નવા કેસો નોંધાયા છે. રસીકરણ અંગે આંકડા મુજબ ગઇકાલે રાત્રે 8 વાગ્યા સુધી 34 લાખ 73 હજાર 83 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ નવ કરોડ 40 લાખ 86 હજાર 689 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

25થી 31 માર્ચ સુધીમાં 6.4 ટકાની ગતિએ કોરોનાના કેશોમાં વધારો થઇ રહ્યો છે

દેશમાં દર સો વ્યક્તિમાંથી નવ કોરોના પોઝીટીવ મળી રહ્યા છે. જે ચીંતા જનક બાબત છે. 11થી લઇને 17 માર્ચ સુધી દર્દી મળવાની ગતિ 3.11 ટકા હતી. જે વધીને 28થી 24 માર્ચ સુધી 4.46 ટકા થઇ છે. જ્યારે 25થી 31 માર્ચ સુધીમાં 6.4 ટકાની ગતિએ કોરોનાના કેશોમાં વધારો થઇ રહ્યો છે.

ટુંક સમયમાં સમગ્ર શહેરના કોઇ પણ ભાગ કોરોના સંક્રમણથી બાકાત રહેશે નહીં

દિલ્લી અને કર્ણાટક જેવા રાજ્યોમાં વિક્રમજનક કેસો આવી રહ્યા છે. કોરોના જે ગતિએ વધી રહ્યો છે. તે જોતા લાગે છે. ટુંક સમયમાં સમગ્ર શહેરના કોઇ પણ ભાગ કોરોના સંક્રમણથી બાકાત રહેશે નહીં.