જામનગર/ ત્રણ મહિના પહેલા એડવોકેટનાં બંગલામાંથી થયેલી ચોરીનો આ રીતે ઉકેલાયો ભેદ

આ ચોરીનો જામનગર ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી લીધો છે અને એક પરપ્રાંતિય ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લીધાં છે. આ શખ્સો પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.

Gujarat Others
જામનગર

જામનગર ક્રાઈમ બ્રાન્ચે પર પ્રાતિય ગેંગના ત્રણ શાગીરતોને ઝડપી પાડ્યા છે.આ શખ્સો પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે ત્રણ મહિના અગાઉ જામનગરના પોશ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી હતી.ત્યાર બાદથી પોલીસે આરોપીઓને પકડવા માટે કમર કસી હતી.

જામનગરમાં વાલકેશ્વરી સોસાયટીમાં ગત્ મહિને એક જાણીતાં એડવોકેટનાં બંગલામાંથી, પરિવાર યાત્રાએ ગયો હતો ત્યારે, પાંચ દિવસનાં સમયગાળા દરમિયાન લાખો રૂપિયાનાં દાગીના અને રોકડ રકમની ચોરી થઇ હોવાનું જેતે સમયે પોલીસમાં જાહેર થતાં, આ સમગ્ર પોશ વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.આ ચોરીનો જામનગર ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી લીધો છે અને એક પરપ્રાંતિય ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લીધાં છે. આ શખ્સો પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.

જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો આ ગુનો નોંધાયો હતો. જેમાં રૂ. 34,27,000 ની દાગીના રોકડની માલમતાની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દાગીનાઓમાં સોનાનાં પાટલા, હાર, ચેન અને બ્રેસલેટ સહિતના દાગીનાઓનો સમાવેશ થતો હતો.જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આ ગેંગના સભ્યોએ કાશ્મીર સહિતનાં વિવિધ રાજ્યોમાં ઘણી બધી ચોરીઓને અંજામ આપ્યો છે, જે પૈકી સૌથી મોટી ચોરી જામનગરમાં કર્યા પછી આ ગેંગના સાગરિતો મુદામાલનો ભાગ પાડવાની ભાંજગડમાં પોલીસનાં હાથમાં ઝડપાઈ ગયાં છે.આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજની ચકાસણીઓ કરી તથા બનાવનાં સ્થળનું યોગ્ય રીતે નિરીક્ષણ કર્યું હતું.

પારધી ગેંગના આ સાગરિતો જુદાં જુદાં સ્થળોએ યોજાતાં મેળાઓમાં રમકડાં વેચવાનો ધંધો કરતાં અને સાથેસાથે જેતે શહેરમાં ચોરીનાં ગુનાને પણ અંજામ આપતાં તથા ચોરી કર્યા બાદ ગેંગના સાગરિતો જુદાં જુદાં રાજ્યોમાં અલગ અલગ રીતે વેરવિખેર થઈ જતાં અને એક ગુનો કર્યા પછી, પોતાની પાસેનાં મોબાઈલ નો પણ નાશ કરી નાંખતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મેળામાં રમકડા તથા ફુગ્ગા વેચવા માટે મધ્યપ્રદેશ રાજ્યના અશોકનગર તેમજ વિદીશા જીલાનાં પરપ્રાંતીય ઇસમો જામનગર મુકામે આવેલ હતા, અને આ ઇસમોએ જામનગર વાલકેશ્વરી સોસાયટી માં રાત્રી દરમ્યાન દરવાજાના તાળા તોડી ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત પોલીસને મળી હતી.જેથી જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી સ્થાનિક પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલ હતી.જેમાં આ આરોપીઓના નામ સરનામાની વિગત મળેલ હતી. તેમજ ટેકનીકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલ હતી.

આ ઇસમોની મધ્યપ્રદેશ તપાસ રાજ્યના અશોકનગર, વિદીશા, ઉજજૈન, ગુના, જીલ્લામા તેઓના રહેણાક સ્થળે તથા આશ્રય સ્થાનાઓ તેમજ મેળામાં ધંધાના સ્થળ ઉત્તરપ્રદેશ રાજયના અલ્હાબાદ ( પ્રયાગરાજ ), જમ્મુ કાશ્મીર રાજયના જમ્મુ મુકામે ભગવતીનગર પાર્ક તપાસ કરવામાં આવેલ હતી.પકડાયેલ ઇસમો “ પારધી ગેંગ ” ના સાગ્રીત હોય તેલંગણા રાજયમાં વિજયવાડા ગનાવરમ, ગુટુર મંગલગીરી કમમ રેલ્વે પો.સ્ટે. તથા મધ્યપ્રદેશ રાજયના ના અશોકનગર થી શીપરી તેમજ વિદીશા, જીલ્લામાં ચોરીઓને અજામ આપેલ હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે.

આ પણ વાંચો:અહીં નવરાત્રી દરમિયાન ચણીયા ચોલી અને સાડી પહેરીને ગરબા કરે છે પુરુષો, સદીઓ જૂની છે આ પરંપરા

આ પણ વાંચો: RBIએ સતત ચોથી વખત રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો,લોન થશે મોંઘી

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલીઝંડી