IPL 2021/ RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

આઈપીએલ 2021 માં સતત સારુ પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સ સામે ટકરાશે.

Sports
cartoon 37 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

આઈપીએલ 2021 માં સતત સારુ પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સ સામે ટકરાશે. પંજાબ કિંગ્સે આ સીઝનમાં અત્યાર સુધીમાં છમાંથી માત્ર બે મેચ જીતી છે, જ્યારે આરસીબીએ છ મેચોમાં પાંચમાં જીત મેળવી છે. આરસીબીએ મંગળવારે તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને એક રનથી હરાવી હતી અને હવે આ જીત બાદ તેમને 10 પોઇન્ટ મળ્યા છે. હવે ત્રણ ટીમો દસ અંકો પર છે. આરસીબી ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ અને સીએસકેનાં પણ દસ પોઇન્ટ છે.

cartoon 32 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

બીજી તરફ, પંજાબ કિંગ્સનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને કેપ્ટન લોકેશ રાહુલ પણ બેટથી કોઇ ખાસ કમાલ બતાવી શક્યા નથી. મયંક અગ્રવાલે તાજેતરનાં સમયમાં કેટલાક રન બનાવ્યા હતા, પરંતુ બાકીનાં બેટ્સમેન નિષ્ફળ ગયા છે. પંજાબ કિંગ્સની બોલિંગ સારી રહી છે, પરંતુ તેમની બેટિંગ ફોર્મમાં નથી. આવી સ્થિતિમાં બેંગ્લોરનાં બેટ્સમેનને રોકવું મુશ્કેલ પડકાર હશે. બેટિંગમાં દેવદત્ત પડ્ડિકલ, કેપ્ટન વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેન પંજાબનાં બોલરોની કડક પરીક્ષા લેશે.

આ ખેલાડીઓ પર રહેશે નજર

વિરાટ કોહલી

cartoon 33 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલી દેવદત્ત પડ્ડિકલ સાથે શાનદાર શરૂઆત કરી રહ્યા છે, જે મધ્યમ ક્રમનાં બેટ્સમેનોને ખૂબ જ મદદ કરે છે. વિરાટ કોહલીનું બેટ સમય-સમય પર પોતાનો કમાલ બતાવતુ રહે છે. આ મેચમાં પણ દરેકની નજર વિરાટ કોહલી પર છે.

એબી ડી વિલિયર્સ

cartoon 34 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

એબી ડી વિલિયર્સ દરેક મેચમાં બોલરોની ધોલાઇ કરતા તમને નજર આવે છે. એબી ડી વિલિયર્સનું બેટ હાલમાં ટીમ માટે ખૂબ સારુ કામ કરી રહ્યુ છે. ડી વિલિયર્સે છેલ્લી મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને આરસીબીને જીત તરફ દોરી હતી. આ મેચમાં પણ એબી ડી વિલિયર્સ તરફથી આવી જ આશા છે.

કે.એલ.રાહુલ

cartoon 35 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

પંજાબનાં કેપ્ટન કેએલ રાહુલનું બેટ ધૂમ મચાવી રહ્યુ છે. રાહુલ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. રાહુલે અત્યાર સુધીમાં તેની ટીમ વતી બેટિંગની જવાબદારી લીધી છે અને તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવશે કે ટીમને એક સારી શરૂઆત અપાવે. પંજાબની તમામ આશા કેએલ રાહુલ પર ટકી છે. આ મેચમાં પણ બધાની નજર કેએલ રાહુલ પર રહેશે.

ક્રિસ ગેઇલ

cartoon 36 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

પંજાબ ટીમનાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલનું બેટ આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી શાંત રહ્યુ છે. તેમની પાસેથી જેવી અપેક્ષા હોય છે તેવુ તેમનુ પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં જોવા મળ્યુ નથી. જો કે પંજાબની ટીમને આશા છે કે ક્રિસ ગેઇલ બેંગલોર સામેની મેચમાં બેટિંગથી પોતાનુ રોદ્ર સ્વરૂપ બતાવશે અને ફોર્મને ફરી મેળવી લેશે.

પિચ રિપોર્ટ

cartoon 38 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂઆતમાં અત્યાર સુધી રન બનાવવાનું મુશ્કેલ રહ્યુ છે. જો કે, બોલ જૂનો થતો જાય છે, તેમ રન બનાવવાનું સરળ બને છે. વળી, સ્પિનરોને અહીં મદદ મળી રહી નથી. રાતની મેચમાં, ઝાકળ ખૂબ મહત્વ હોય છે. આવી સ્થિતિમાં, ટોસ જીતે તે ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરી શકે છે.

Untitled 47 RCB અને PBKS વચ્ચે આજે થશે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે સૌથી વધુ નજર