Not Set/ પાકિસ્તાન પર મંડરાઈ રહ્યો છે વસ્તી વિસ્ફોટનો ખતરો

લાહોર હાલ પાકિસ્તાન આતંકવાદ, આર્થિક દેવા સહિત અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. હવે પાકિસ્તાન સામે એક બીજી નવી સમસ્યાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે છે વસ્તી વિસ્ફોટ. પાકિસ્તાનના સમચારપત્રમાં જણાવ્યા પ્રમાણે હાલ પાકિસ્તાન વિશ્વમાં છઠ્ઠા નંબરનો મોટો દેશ છે જે આવનારા વસ્ર્હ ૨૦૩૦ સુધીમાં ચોથા નંબર પર આવી જશે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં ફેમીલી […]

World Trending
adf 1 પાકિસ્તાન પર મંડરાઈ રહ્યો છે વસ્તી વિસ્ફોટનો ખતરો

લાહોર

હાલ પાકિસ્તાન આતંકવાદ, આર્થિક દેવા સહિત અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. હવે પાકિસ્તાન સામે એક બીજી નવી સમસ્યાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે છે વસ્તી વિસ્ફોટ.

પાકિસ્તાનના સમચારપત્રમાં જણાવ્યા પ્રમાણે હાલ પાકિસ્તાન વિશ્વમાં છઠ્ઠા નંબરનો મોટો દેશ છે જે આવનારા વસ્ર્હ ૨૦૩૦ સુધીમાં ચોથા નંબર પર આવી જશે.

રીપોર્ટના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં ફેમીલી પ્લાનિંગ વિશે કોઈ જાગૃતતા નથી જેના લીધે લગાતાર વસ્તી વધી રહી છે. અધિકારીઓ દ્વારા પણ આ મામલે કોઈ પગલા લેવામાં નથી આવ્યા કે સરકાર પણ આ સમસ્યાને ગંભીર રીતે લેતી નથી.

પાકિસ્તાનના વસ્તી વિભાગના આંકડા અનુસાર 2017માં દેશની વસ્તી 208(20 કરોડથી વધુ) મિલિયન થઈ ગઈ છે. પાકિસ્તાનમાં વર્ષ 1998માં વસ્તી ગણતરી થઈ હતી,તેમાં હાલ 57 ટકાનો વધારો થયો છે..

પાકિસ્તાનમાં જયારે વસ્તી વિસ્ફોટનો ખતરો પેદા થઈ રહ્યો છે છે ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે લોકોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂકવું પડશે.

મહિલાના શિક્ષણને ભાર આપવો પડશે. બીજી બાજુ નાની ઉંમરે થતાં લગ્ન પણ વસ્તી વધારા માટે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.